Youth Moral Decline: ગાળો, નશો અને નૈતિક પતન: આજના યુવાનોને કોણ શીખવાડશે? આ બદલાવ કેમ આવ્યો?

Arati Parmar
2 Min Read

Youth Moral Decline: ગાળો, નશો અને નૈતિક પતન: આજના યુવાનોને કોણ શીખવાડશે? આ બદલાવ કેમ આવ્યો?

આજે શાળાના ગેટથી લઈને કોલેજના કેમ્પસ સુધી, યુવાનોની જીભ પર ગાળો સહજ થઈ ગઈ છે. સિગારેટ, ડ્રગ્સ અને રીલ્સનો નશો “સ્ટેટસ” બની ગયો છે.જંતર-મંતર પર આ સ્થિતિ આખા દેશે જોઈ.ત્યારે સવાલ તે છે કે આટલું નૈતિક અધઃપતન કેમ વધ્યું? અને સૌથી મોટો સવાલ – હવે આ યુવાનોને શિસ્ત અને સંસ્કાર કોણ શીખવાડશે?

- Advertisement -

1. કેમ આવ્યો આ બદલાવ? 3 મોટા કારણ
– પરિવારમાં સમયનો અભાવ: મા-બાપ બંને કામમાં, બાળકો મોબાઈલમાં. સંસ્કાર આપવા વાળું કોઈ જ નથી.
– સોશિયલ મીડિયા અને વેબ સિરીઝ: ગાળો બોલવી = bold. નશો કરવો = cool. આવું 24 કલાક દેખાડવામાં આવે તો મગજ એ જ સ્વીકારશે ને?
– શાળા-કોલેજમાં મૂલ્યોનો અભાવ: માર્ક્સ તો મળે છે પણ ચરિત્ર નિર્માણ કોઈ કરતું નથી. “સારા માણસ” બનવાનો કોઈ સબ્જેક્ટ નથી.

પરિણામ: નૈતિકતાનું પતન, અને એમાંથી જન્મે છે ગાળો, નશો, હિંસા.

- Advertisement -

2. તો હવે કોણ શીખવાડશે?
સરકાર? કાયદો? પોલીસ? ના.
જ્યાં સુધી યુવાનના દિલમાં “હું કોણ છું” નો જવાબ ન આવે ત્યાં સુધી બહારનું કોઈ કંટ્રોલ ન કરી શકે.

– સવારે શાખામાં 1 કલાક = મોબાઈલથી દૂર, ગ્રાઉન્ડ પર
– ગાળોની જગ્યાએ દેશભક્તિના ગીત
– સિગારેટની જગ્યાએ સેવાનો સંકલ્પ
– “હું” ની જગ્યાએ “અમે” અને “દેશ” નો ભાવ

- Advertisement -

3. ઉકેલ શું છે?
આ બદલાવ 1 દિવસમાં નહીં આવે. પણ શરૂઆત ઘર અને સંગઠનથી થવી પડશે.
દેશના વધુ ને વધુ યુવાનોએ RSS જેવા સંગઠન સાથે જોડાવું જોઈએ. કારણ કે જ્યારે બહારનું બધું યુવાનને બગાડી રહ્યું છે, ત્યારે કોઈક તો જોઈએ જે તેને બચાવે અને બનાવે.

ગાળો એ નબળાઈની નિશાની છે, તાકાતની નહીં. અશ્લીલતા છે..નૈતિક અધ: પતન છે.

યુવાનો માં નૈતિક પતન, ગાળો બોલવાનું કારણ, આજની પેઢી બદલાવ, RSS યુવા માર્ગદર્શન, ડ્રગ્સ સિગારેટ સમસ્યા ગુજરાત, યુવાનો માટે સંસ્કાર શિક્ષણ, Gen Z નૈતિકતા

 

Share This Article