Himachal Dalit student assault: હિમાચલની શાળામાં દલિત વિદ્યાર્થી પર અત્યાચાર, શિક્ષકો પર પેન્ટમાં વીંછી નાખવાનો અને મારપીટનો ગંભીર આરોપ

Arati Parmar
3 Min Read

Himachal Dalit student assault: હિમાચલ પ્રદેશની એક સરકારી શાળામાં દલિત વિદ્યાર્થી પર અત્યાચારનો મામલો સામે આવ્યો છે, જેમાં આચાર્ય સહિત ત્રણ શિક્ષકો પર બાળકને માર મારવા અને તેના પેન્ટમાં વીંછી નાખવાનો આરોપ છે. શિક્ષકોએ આ મામલો ગુપ્ત રાખવા માટે વિદ્યાર્થી અને તેના પિતાને ધમકી પણ આપી હતી.

શિમલાના રોહડૂમાં દલિત વિદ્યાર્થી પર અત્યાચાર

- Advertisement -

શિમલા જિલ્લાના રોહડૂના ખડાપાની વિસ્તારની સરકારી પ્રાથમિક શાળામાં આ ઘટના બની છે. શાળાના ધોરણ-1ના 8 વર્ષીય દલિત બાળકના પિતાએ આચાર્ય દેવેન્દ્ર અને શિક્ષકો બાબુ રામ તથા ક્રિતિકા ઠાકુર વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે, જેમાં તેઓ લગભગ એક વર્ષથી તેમના પુત્રને માર મારતા હોવાનો આરોપ છે. ફરિયાદીએ જણાવ્યું કે સતત માર મારવાથી બાળકના કાનમાંથી લોહી નીકળ્યું અને કાનનો પડદો ક્ષતિગ્રસ્ત થયો. વધુમાં, શિક્ષકો બાળકને શૌચાલયમાં લઈ જઈને તેના પેન્ટમાં વીંછી નાખી દીધો હતો.

Share This Article