Independence Day 2026: 80મો સ્વાતંત્ર્ય દિવસ: શું ભારતને આઝાદી માત્ર ગાંધીજીના આંદોલનથી મળી હતી? ઈતિહાસ ના પાને આજનો દિવસ જોઈએ તો,…

Arati Parmar
6 Min Read

Independence Day 2026: 80મો સ્વાતંત્ર્ય દિવસ: શું ભારતને આઝાદી માત્ર ગાંધીજીના આંદોલનથી મળી હતી? ઈતિહાસ ના પાને આજનો દિવસ જોઈએ તો,…

15 ઓગસ્ટ 1947 ની એક નવી નક્કોર સવાર, કે જ્યા ગુલામીની બેડી ઓ તોડી ખુલ્લી આઝાદ ફીઝાઓ મા શ્વાસ લેવાનો આ અણમોલ દીવસ હતો.

- Advertisement -

આજથી બરાબર 79 વર્ષ અગાઉ ભારત આજના દિને જ આઝાદ થયું હતુ.

પણ 80 મા વર્ષ પછી એક સવાલ ફરી પૂછવો જરૂરી છે કે ,

- Advertisement -

શું અંગ્રેજોએ માત્ર ગાંધીજીના આંદોલનના દબાણથી ભારત છોડ્યું હતું? કે પછી તેની પાછળ દ્વિતીય વિશ્વયુદ્ધે બ્રિટનને અંદરથી હચમચાવી નાખ્યું હતું?

મિત્રો અહી ગાંધીજી પર કોઈ આક્ષેપ કે Bias નો આશય નથી પરંતુ સમગ્ર સમાજને પણ સવાલ કે, એ મેરે વતન કે લોગો જરા આંખ મે ભર લો પાની, જો શહીદ હુંએ હૈ ઉન કી જરા યાદ કરો કુરબાની..

- Advertisement -

મા ભોમના લાડલા શહીદ ભગત સિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્ર શેખર આઝાદ, લાલા લજપત રાય , ખુદીરામ કોના કોના નામ લખુ? જે મા ભારતી ના દીવાના હતા અને હસતા હસતા કફન ઓઢીને ચાલી નીકળયા ..કેમ ભુલાવુ તેમને….

તેમના વહાવેલા લોહી ની પણ કદર તો થવી જોઈએ ને? ત્યારે કોઈ Bias વગર અહી આ દિને તેમને સલામી તો બને જ ને મિત્રો..તેમના બલિદાન પણ નવાજવા જોઈએ..

બાય ધ વે,, ‘Freedom at Midnight’માં લૅરી કોલિન્સ અને ડોમિનિક લૅપિયરે 1947ના અંતિમ દિવસોમાં બ્રિટનની સ્થિતિનું જે ચિત્ર દોર્યું છે, તેમાં એક વાત ખૂબ સ્પષ્ટ દેખાય છે—દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બ્રિટન પોતે જ ગંભીર આર્થિક અને રાજકીય સંકટમાં હતું.

યુદ્ધે બ્રિટનની તિજોરી ખાલી કરી હતી. અર્થવ્યવસ્થા પર ભારે બોજ હતો, દેશમાં રેશનિંગ ચાલુ હતું અને સામ્રાજ્યને વિશ્વના એક છેડેથી બીજા છેડા સુધી જાળવી રાખવાની શક્તિ ઘટી રહી હતી. બ્રિટિશ National Archives પણ યુદ્ધ પછીની બ્રિટનની ગંભીર આર્થિક મુશ્કેલીઓનો ઉલ્લેખ કરે છે.

અને ભારત?

અહીં પણ પરિસ્થિતિ બદલાઈ રહી હતી.

Quit India Movement, આઝાદીની વધતી માંગ, સૈનિકોમાં બદલાતું મનોબળ, INAનો પ્રભાવ અને 1946ની Royal Indian Navy Mutiny—આ બધાએ બ્રિટિશ શાસન માટે એક મોટો પ્રશ્ન ઊભો કર્યો હતો:

“ભારતને હવે બળજબરીથી કેટલો સમય વધુ કાબૂમાં રાખી શકાશે?”

અહીં મહાત્મા ગાંધીનું મહત્વ ઓછું આંકવાનો કોઈ આશય નથી.

ગાંધીજીએ ભારતીય જનમાનસને વિશાળ સ્તરે રાજકીય રીતે જાગૃત કર્યું, અસહકાર અને સત્યાગ્રહ જેવા હથિયારો દ્વારા બ્રિટિશ સત્તાને પડકાર્યો અને સ્વરાજની માંગને જનઆંદોલન બનાવી.

પરંતુ ઇતિહાસને માત્ર એક વ્યક્તિની કથા બનાવી દેવી તે પણ યોગ્ય નથી.

ગાંધીજી આઝાદીની લડતના અત્યંત મહત્વપૂર્ણ નેતા હતા… પરંતુ બ્રિટિશોએ ભારત છોડવાનો નિર્ણય જે પરિસ્થિતિમાં લીધો, તેમાં દ્વિતીય વિશ્વયુદ્ધ પછીનું બ્રિટનનું આર્થિક-સૈન્ય નબળાઈભર્યું સ્થાન અત્યંત મહત્વનું હતું.

1947માં બ્રિટિશ સરકારે પહેલાં ભારતમાંથી જૂન 1948 સુધીમાં સત્તા હસ્તાંતરિત કરવાની જાહેરાત કરી હતી. પરંતુ માઉન્ટબેટને પ્રક્રિયા વધુ ઝડપથી આગળ ધપાવી અને ઓગસ્ટ 1947માં જ સત્તા હસ્તાંતરણ થયું.

એટલે કદાચ સાચો પ્રશ્ન આ નથી કે,

“આઝાદી ગાંધીજીએ અપાવી કે વિશ્વયુદ્ધે?”

સાચો પ્રશ્ન છે,

“આઝાદી માટે વર્ષો સુધી ચાલેલો ભારતીય સંઘર્ષ અને દ્વિતીય વિશ્વયુદ્ધ પછી બ્રિટનની તૂટી ગયેલી સામ્રાજ્યવાદી શક્તિ—બંનેમાંથી કયું કેટલું નિર્ણાયક હતું?”

ઇતિહાસ તે કોઈ એક નાયકની જદદોજહદ ની દાસ્તા નથી.અનેક નવલોહીયા યુવાનોની માતૃભૂમિ માટેના બલિદાનની ગાથા છે.

આઝાદી એક લાંબી લડતનું પરિણામ હતી…
પણ 1945 પછી બ્રિટન પાસે ભારતને અગાઉની જેમ કબજામાં રાખવાની શક્તિ રહી નહોતી—આ હકીકત પણ એટલી જ મહત્વની છે.

આ 80મા સ્વાતંત્ર્ય દિવસે ઉજવણી સાથે ઇતિહાસને પણ વાંચીએ…
કારણ કે સાચી આઝાદી માત્ર દેશ આઝાદ થવામાં નથી,
સાચી આઝાદી ઇતિહાસને પ્રશ્નો પૂછવાની હિંમતમાં પણ છે.

 

લિવ-ઈનથી પણ આગળ… હવે ‘OPEN MARRIAGE’માં પણ બંધન નહીં, ફક્ત FREEDOM?

લગ્નને આપણે હંમેશાં બે વ્યક્તિ વચ્ચેનો પ્રેમ, વિશ્વાસ અને જીવનભરની પ્રતિબદ્ધતા માનતા આવ્યા છીએ.

પરંતુ દુનિયા બદલાઈ રહી છે… અને સંબંધોની વ્યાખ્યા પણ.

ભારતના મેટ્રો શહેરોથી લઈને હોલીવૂડની દુનિયા સુધી, OPEN MARRIAGE જેવી વિચારસરણી હવે ચર્ચામાં છે.

અહીં લગ્ન છે…
સાથે રહેવાનું છે…
પરિવાર પણ હોઈ શકે છે…
પરંતુ સંબંધની બહાર કોઈ અન્ય વ્યક્તિ સાથે ભાવનાત્મક કે શારીરિક સંબંધ હોય તો તેને આપોઆપ ‘દગો’ માનવામાં આવતો નથી—જો બંને જીવનસાથીની સંમતિ હોય.

કેટલાક લોકો માટે આ છે વ્યક્તિગત સ્વતંત્રતાની પરાકાષ્ઠા.

તેમનું માનવું છે કે પ્રેમનો અર્થ એકબીજા પર માલિકી હક જમાવવો નથી.
સાથે રહેવું પસંદગી છે, ફરજ નહીં… અને સંબંધમાં રહેવું એટલે પોતાની સ્વતંત્રતા ગુમાવવી નહીં.

પરંતુ અહીં એક સવાલ ખૂબ ગંભીર છે—

જો લગ્નમાં પણ પોતાની પસંદગી મુજબ સંબંધોની સ્વતંત્રતા જોઈએ, તો પછી લગ્ન અને લિવ-ઈન વચ્ચેનો મૂળ તફાવત શું રહ્યો?

શું આપણે એવી દુનિયા તરફ જઈ રહ્યા છીએ જ્યાં
‘મારા જીવનસાથી’ કરતાં ‘મારી સ્વતંત્રતા’ વધુ મહત્વની બની જશે?

અને બીજી તરફ…

શું પરંપરાગત લગ્નમાં રહેલું એકનિષ્ઠ પ્રેમ, વફાદારી અને એકબીજા પ્રત્યેની જવાબદારી ખરેખર જૂની વિચારસરણી બની રહી છે?

સૌથી રસપ્રદ વાત એ છે કે આ પ્રકારના સંબંધોની ચર્ચા જાહેરમાં ઓછી થાય છે, પરંતુ આધુનિક શહેરી જીવનમાં કેટલાક લોકો તેને ખાનગી રીતે પોતાની રીતે જીવી રહ્યા છે.

અર્થાત્, સંબંધો હવે માત્ર
“સાથે રહેવું કે અલગ થવું”
એટલા સરળ પ્રશ્ન રહ્યા નથી.

હવે ત્રીજો વિકલ્પ પણ ચર્ચામાં છે—

“સાથે રહો… લગ્નમાં રહો… પરંતુ સંબંધની વ્યાખ્યા તમે બંને નક્કી કરો.”

તો પ્રશ્ન તમારા માટે—

OPEN MARRIAGE ખરેખર સંબંધોમાં ઈમાનદારી અને સ્વતંત્રતા લાવે છે?
કે પછી ‘બંધનમાંથી મુક્તિ’ના નામે લગ્નના મૂળ અર્થને જ બદલી નાખે છે?

તમારો મત શું છે?
ચર્ચા કરો… જજમેન્ટ નહીં.

Share This Article