Adultery Law India: પરિણીત સ્ત્રી પોતાની પસંદના પુરુષ સાથે સંબંધ રાખે તો હવે ગુનો નહી… કાયદો જ આવા સંબંધોને યોગ્ય ઠેરવે ? તો કોણ રોકશે ? ‘વ્યભિચાર’નો કેસ હવે નહી..

Arati Parmar
2 Min Read

Adultery Law India: પરિણીત સ્ત્રી પોતાની પસંદના પુરુષ સાથે સંબંધ રાખે તો હવે ગુનો નહી… કાયદો જ આવા સંબંધોને યોગ્ય ઠેરવે ? તો કોણ રોકશે ? ‘વ્યભિચાર’નો કેસ હવે નહી..

એક સમય હતો જ્યારે ભારતમાં લગ્ન બહારના સંબંધને ‘Adultery’ એટલે કે વ્યભિચાર તરીકે ફોજદારી ગુનો માનવામાં આવતો હતો.

- Advertisement -

જૂની IPCની કલમ 497 હેઠળ પરિણીત સ્ત્રી સાથે તેના પતિની સંમતિ વગર સંબંધ બાંધનાર પુરુષ સામે કાર્યવાહી થઈ શકતી હતી. પરંતુ અહીં પણ કાયદો વિચિત્ર હતો—સ્ત્રીને પોતે આરોપી માનવામાં આવતી નહોતી.

પછી આવ્યો ઐતિહાસિક નિર્ણય…

- Advertisement -

2018માં Supreme Courtએ Joseph Shine કેસમાં IPC કલમ 497ને અસંવિધાનિક ઠેરવી દીધી.

કોર્ટનું માનવું હતું કે આ જૂનો કાયદો સ્ત્રીની સ્વતંત્રતા, ગૌરવ અને વ્યક્તિગત પસંદગી સાથે અસમાન વર્તન કરતો હતો.

- Advertisement -

એટલે હવે શું?

પરિણીત સ્ત્રી કે પુરુષે પોતાની સંમતિથી લગ્ન બહાર સંબંધ રાખ્યો હોય તો માત્ર Adultery માટે ફોજદારી ગુનો બનતો નથી.

પરંતુ તેનો અર્થ એ નથી કે
“હવે પરિણીત વ્યક્તિ ગમે તેની સાથે સંબંધ રાખી શકે અને કાયદામાં કોઈ અસર જ નહીં થાય.”

Adultery હજુ પણ Divorce માટે મહત્વનો આધાર બની શકે છે. Supreme Courtએ પણ સ્પષ્ટ કર્યું છે કે adultery ફોજદારી ગુનો નથી, પરંતુ તે લગ્નવિચ્છેદ માટેનો આધાર રહી શકે છે અને civil wrong તરીકે પણ તેની અસર છે.

અર્થાત્…

કાયદાએ વ્યભિચારને ગુનાની શ્રેણીમાંથી કાઢ્યો છે,
લગ્નની જવાબદારીમાંથી નહીં.

સવાલ હવે કાયદાનો ઓછો અને
વિશ્વાસ, લગ્નની પ્રતિબદ્ધતા અને વ્યક્તિગત પસંદગીની સીમાનો વધુ છે.

તમારા મતે—Adulteryને ગુનો ન ગણવો યોગ્ય છે કે લગ્નની સંસ્થા માટે જોખમી?

Share This Article