Airtel iPhone Offer: iPhone ખરીદવા પર 35 હજાર રૂપિયા સુધીની બચત, જાણો ઓફર કેવી રીતે ક્લેમ કરવી

Arati Parmar
3 Min Read

Airtel iPhone Offer: જો તમે નવો iPhone ખરીદવાનું પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ટેલિકોમ કંપની Airtel પોતાના યુઝર્સને નવો iPhone ખરીદવાની શાનદાર તક આપી રહી છે. હવે તમે વિચારી રહ્યા હશો કે Airtel અને iPhoneનો શું મેળ. તો જણાવી દઈએ કે Airtelના યુઝર્સને અત્યારે iPhone ખરીદવા પર 35 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. વાસ્તવમાં, Cromaએ Airtel યુઝર્સ માટે એક ખૂબ જ શાનદાર અને પ્રીમિયમ ડિસ્કાઉન્ટ ઓફર રજૂ કરી છે. આ ઓફર હેઠળ નવા iPhoneની ખરીદી પર ગ્રાહકો હજારો રૂપિયાની સીધી બચત કરી શકે છે. તમે ઓનલાઈન ખરીદી કરવાનું પસંદ કરતા હો કે પછી નજીકના Croma સ્ટોર પર જઈને શોપિંગ કરવા માંગતા હો, બંને જગ્યાએ Airtel યુઝર્સને ખાસ ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને સરળ EMI (ફ્લેક્સિબલ EMI)ના વિકલ્પો આપવામાં આવી રહ્યા છે.

23,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

આ ધમાકેદાર ઓફર હેઠળ Airtel યુઝર્સને નવા iPhone ખરીદવા પર 23,000 રૂપિયા સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલું જ નહીં, 12 હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે. આ રીતે કુલ મળીને ગ્રાહકો 35 હજાર રૂપિયા સુધીની બચત કરી શકે છે. પરંતુ આ એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ ઓફર iPhoneના કેટલાક પસંદગીના મોડલ્સ પર જ છે.

- Advertisement -

આ iPhone પર છે છૂટ

આમાં iPhone 15, iPhone 16, iPhone Air, iPhone 17, iPhone 17 Pro અને iPhone 17 Pro Max સામેલ છે. તેનો અર્થ એ છે કે તમે લેટેસ્ટ સ્ટાન્ડર્ડ મોડલ લેવા માંગતા હો કે પછી Pro વેરિઅન્ટ, તમને દરેક પસંદગીના મોડલ પર મોટી છૂટનો લાભ મળશે.

એક્સચેન્જ ઓફર માત્ર ઑફલાઇન સ્ટોર માટે

જો તમે તમારો જૂનો ફોન બદલીને નવો iPhone લેવા માંગતા હો, તો Croma સ્ટોર્સ પર તમને 12,000 રૂપિયા સુધીનું વધારાનું એક્સચેન્જ બોનસ પણ આપવામાં આવી રહ્યું છે. ધ્યાન રાખો કે આ એક્સચેન્જ બોનસની સુવિધા ખાસ કરીને માત્ર Cromaના ઑફલાઇન સ્ટોર્સ માટે છે, ઓનલાઈન માટે નહીં. આ ઉપરાંત, ગ્રાહકો આ ઓફર હેઠળ મળતા તમામ ડિસ્કાઉન્ટ્સ અને કૂપન કોડ્સને સરળતાથી croma.com વેબસાઇટ પર અથવા સીધા Croma સ્ટોર પર જઈને રિડીમ કરી શકે છે.

- Advertisement -

કેવી રીતે ક્લેમ કરશો ઓફર?

  • આ ઓફર રિડીમ કરવા માટે તમારે Airtelના થેન્ક્સ એપ પર જવું પડશે. ત્યારબાદ પ્રોફાઇલ આઇકન પર ક્લિક કરો.
  • હવે રિવોર્ડ સેક્શનમાં જાઓ.
  • અહીં તમને iPhone પર ઓફરનો વિકલ્પ મળશે.
  • તેના પર ક્લિક કરો અને ઓફર માટે ક્લેમ કરી લો.
  • જણાવી દઈએ કે તેને ક્લેમ કરવાની છેલ્લી તારીખ 5 સપ્ટેમ્બર, 2026 નક્કી કરવામાં આવી છે. જો તમે Airtel યુઝર છો, તો 5 સપ્ટેમ્બર પહેલાં આ ઓફર ક્લેમ કરીને
  • મોટી બચત સાથે તમારો પસંદગીનો iPhone સરળતાથી ખરીદી શકો છો.
Share This Article