EPFO Inoperative Account: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ ફરી એકવાર પોતાના સભ્યોને EPFના ઇનએક્ટિવ અકાઉન્ટ વિશે માહિતી આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા સંગઠને ઇનઓપરેટિવ અકાઉન્ટને સમજાવ્યું છે. જો તમે પણ EPFOના સભ્ય છો તો તમારે તેના વિશે જાણી લેવું જોઈએ.
Let’s decode Inoperative EPF Accounts
Know when your EPF stops earning interest and plan your withdrawals wisely.
#EPFO #EPFOWithYou #HumHainNa #InoperativeEPFAccount pic.twitter.com/T1SP4chsoL
— EPFO (@officialepfo) August 20, 2026
ઇનઓપરેટિવ અકાઉન્ટ શું હોય છે?
જે PF અકાઉન્ટમાં વ્યાજ મળવાનું બંધ થઈ જાય છે તેને ઇનઓપરેટિવ અકાઉન્ટ કહેવામાં આવે છે. EPFO તરફથી આવા 4 પ્રકાર જણાવવામાં આવ્યા છે. સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ સભ્ય 55 વર્ષની ઉંમરે અથવા ત્યારબાદ રિટાયર થાય છે તો તેનું PF અકાઉન્ટ રિટાયરમેન્ટની તારીખથી 3 વર્ષ બાદ ઇનઓપરેટિવ થઈ જાય છે. ત્યારબાદ તે અકાઉન્ટ પર વ્યાજ મળતું નથી.
1. જો કોઈ 50 વર્ષની ઉંમરે રિટાયર થાય
જો કોઈ વ્યક્તિ 50 વર્ષની ઉંમરે રિટાયર થાય છે તો તેનું PF અકાઉન્ટ 58 વર્ષની ઉંમર સુધી એક્ટિવ રહે છે. તેમાં જમા રકમ પર વ્યાજ મળતું રહેશે. પરંતુ 58 વર્ષની ઉંમર થયા બાદ વ્યાજ મળવાનું બંધ થઈ જશે અને અકાઉન્ટ ઇનએક્ટિવ થઈ જશે.
2. 55 વર્ષની ઉંમરે રિટાયર થવા પર
જો કોઈ વ્યક્તિ 55 વર્ષની ઉંમરે રિટાયર થાય છે તો પણ તેનું PF અકાઉન્ટ 58 વર્ષની ઉંમર સુધી એક્ટિવ રહેશે. ત્યારબાદ વ્યાજ મળવાનું બંધ થઈ જશે.
3. 58 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ પર
જો કોઈ વ્યક્તિ 58 વર્ષની ઉંમરે રિટાયર થાય છે તો આવનારા 3 વર્ષ એટલે કે 61 વર્ષની ઉંમર સુધી તેને વ્યાજ મળતું રહેશે. ત્યારબાદ અકાઉન્ટ ઇનએક્ટિવ થશે.
4. 70 વર્ષની ઉંમરે રિટાયર થવા પર
જો કોઈ વ્યક્તિનું રિટાયરમેન્ટ 70 વર્ષની ઉંમરે થાય છે તો તેને રિટાયરમેન્ટના 3 વર્ષ સુધી PF અકાઉન્ટમાં જમા રકમ પર વ્યાજ મળતું રહેશે.
રિટાયરમેન્ટની ઉંમર અને ઇનએક્ટિવ અકાઉન્ટને લઈને રહે છે અસંમજસ
ઘણી વખત જે લોકો સમય પહેલાં રિટાયરમેન્ટ લઈ લે છે તેમને આ બાબતે અસંમજસ રહે છે કે ક્યાંક તેમનું PF અકાઉન્ટ બંધ ન કરી દેવામાં આવે. અગાઉ પણ સંગઠન તરફથી લોકોને જણાવવામાં આવ્યું હતું કે અકાઉન્ટ ઇનએક્ટિવ થયા બાદ PFની રકમ તરત ઉપાડી લેવી જોઈએ જેથી તમને વ્યાજનું નુકસાન ન થાય. જો 55 વર્ષની ઉંમર પહેલાં કોઈપણ ઉંમરે તમે રિટાયર થાઓ છો તો પણ EPFOનું અકાઉન્ટ 58 વર્ષની ઉંમર સુધી એક્ટિવ રહે છે અને તેમાં જમા રકમ પર તમને વ્યાજ મળતું રહેશે. જોકે, તેના માટે નોકરીની શરતોનું પાલન કરવું અનિવાર્ય છે.

