NPS Vatsalya New Guidelines: બાળકોના ભવિષ્ય માટે સરકારનો મોટો નિર્ણય: NPS વાત્સલ્ય યોજનાના નિયમો બદલાયા, જાણો ક્યારે ઉપાડી શકાશે પૈસા

Arati Parmar
3 Min Read

NPS Vatsalya New Guidelines: જો તમે તમારા બાળકના સુવર્ણ ભવિષ્ય માટે NPS વાત્સલ્ય યોજનામાં રોકાણ કર્યું છે અથવા કરવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ બાળકો માટે શરૂ કરવામાં આવેલી NPS વાત્સલ્ય યોજના અંગે નવી ગાઈડલાઈન ૨૦૨૫ જાહેર કરી છે. આ નિયમોનો હેતુ સગીરો માટેના રોકાણને સુરક્ષિત અને સરળ બનાવવાનો છે. આ નવા નિયમો સપ્ટેમ્બર ૨૦૨૪ માં આવેલા જૂના નિર્દેશોનું સ્થાન લેશે અને સિસ્ટમ તૈયાર થતાની સાથે જ લાગુ કરી દેવામાં આવશે.

હવે ‘સ્પેશિયલ સ્કીમ’ તરીકે ઓળખાશે NPS વાત્સલ્ય

- Advertisement -

ડિસેમ્બર ૨૦૨૫ માં થયેલા ફેરફારો પછી, હવે NPS વાત્સલ્યને ‘ખાસ હેતુવાળી સ્કીમ’ (Specific Purpose Scheme) નો દરજ્જો આપવામાં આવ્યો છે. આનાથી PFRDA ને આ સ્કીમ માટે પૈસા ઉપાડવા અને તેને ચલાવવા માટે અલગ નિયમો બનાવવાનો અધિકાર મળી ગયો છે. બાળકોના ખાતામાંથી અધવચ્ચે પૈસા ઉપાડવા અંગે હવે સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ છે. ખાતું ખોલ્યાના ૩ વર્ષ પછી કેટલીક ખાસ જરૂરિયાતો માટે પૈસા ઉપાડી શકાય છે, જેમ કે- અભ્યાસ માટે. ગંભીર બીમારીઓની સારવાર માટે. ૭૫% થી વધુ વિકલાંગતા થવા પર.

કેટલા પૈસા ઉપાડી શકાય છે?

- Advertisement -

તમે કુલ જમા રકમ (વ્યાજ સિવાય) ના ૨૫% હિસ્સો જ ઉપાડી શકશો. ૧૮ વર્ષની ઉંમર થતા પહેલા અને પછી પૈસા ઉપાડવાની સંખ્યાની પણ એક મર્યાદા નક્કી કરવામાં આવી છે.

૧૮ વર્ષ પછી NPS Vatsalya એકાઉન્ટનું શું થશે

- Advertisement -

નવી ગાઈડલાઈન્સમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સબ્સ્ક્રાઇબરના ૧૮ વર્ષ પૂરા થયા પછી આગળ શું વિકલ્પો હશે. એકાઉન્ટને NPS Vatsalya માં ત્રણ વર્ષ સુધી વધુ ચાલુ રાખી શકાય છે. નવું KYC અને નોમિનેશન આપવું જરૂરી રહેશે. જો ઈચ્છો તો એકાઉન્ટને NPS ઓલ સિટિઝન મોડલમાં શિફ્ટ કરી શકાય છે. કુલ કોર્પસ (ભંડોળ) નો ૮૦ ટકા સુધીનો હિસ્સો એકસાથે ઉપાડવાનો અને બાકીની રકમને એન્યુઈટીમાં બદલવાનો વિકલ્પ રહેશે. જો કુલ કોર્પસ ૮ લાખ રૂપિયાથી ઓછો છે, તો પૂરેપૂરા પૈસા ઉપાડવાની પણ મંજૂરી આપવામાં આવશે.

જો ૨૧ વર્ષની ઉંમર સુધી કોઈ વિકલ્પ પસંદ કરવામાં ન આવે, તો એકાઉન્ટ આપોઆપ તે જ પેન્શન ફંડના Multiple Schemes Framework હેઠળ હાઈ-રિસ્ક ઈક્વિટી ઓરિએન્ટેડ ઓપ્શનમાં શિફ્ટ થઈ જશે.

રોકાણના નિયમો પણ હવે નક્કી

આ સ્કીમમાં ઘણી જૂની બચત યોજનાઓ કરતા વધારે ઈક્વિટીમાં પૈસા રોકી શકાય છે. ઈક્વિટીમાં ૫૦ થી ૭૫ ટકા સુધી, સરકારી સિક્યોરિટીઝમાં ૧૫ થી ૨૦ ટકા અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં ૧૦ થી ૩૦ ટકા સુધી. આ નિયમો માર્ચ ૨૦૨૫ ના એનપીએસ માસ્ટર સર્ક્યુલર સાથે મેળ ખાય છે.

નાના શહેરોમાં વધુ લોકો સુધી સ્કીમ પહોંચાડવા માટે નવું પ્રોત્સાહન શરૂ કરવામાં આવ્યું છે. આંગણવાડી વર્કર્સ, આશા વર્કર્સ, બેંક સખી અને સરકાર દ્વારા માન્ય અન્ય કોમ્યુનિટી વર્કર્સને દરેક નવા એનપીએસ વાત્સલ્ય એકાઉન્ટ માટે ૧૦૦ રૂપિયા સુધીનું ઇનામ મળશે. આ પ્રોત્સાહનની સમીક્ષા એક વર્ષ પછી થશે.

સ્કીમમાં લાગતી ફી અને ચાર્જીસ તે જ રહેશે જે સામાન્ય એનપીએસ ઓલ સિટિઝન મોડલમાં છે. જેમાં પોઈન્ટ્સ ઓફ પ્રેઝન્સ, સેન્ટ્રલ રેકોર્ડકીપિંગ એજન્સી, પેન્શન ફંડ્સ, એનપીએસ ટ્રસ્ટ અને કસ્ટોડિયનના ચાર્જ સામેલ છે.

Share This Article