Aadhaar e-PAN: Aadhaar ની મદદથી ફ્રીમાં બની જશે e-PAN, જાણો કોણ કરી શકે છે અપ્લાય અને શું છે સંપૂર્ણ પ્રોસેસ

Arati Parmar
3 Min Read

Aadhaar e-PAN: જો તમારી પાસે PAN Card નથી અને તમને તેની જરૂર પડી છે, તો તેના માટે હંમેશાં કોઈ ઓફિસના ચક્કર લગાવવાની જરૂર નથી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની Instant e-PAN સર્વિસ દ્વારા એલિજિબલ લોકો Aadhaar Card દ્વારા ઘરે બેઠા પોતાનું e-PAN સરળતાથી બનાવી શકે છે. સારી વાત એ છે કે આ સર્વિસ માટે તમારે કોઈપણ પ્રકારની કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. આ માટે અલગથી કોઈ ફોર્મ પણ ભરવું પડશે નહીં.

કોણ બનાવી શકે છે Instant e-PAN?

  • આ સર્વિસનો લાભ દરેક વ્યક્તિ લઈ શકતી નથી. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર તેના માટે કેટલીક શરતો પૂર્ણ કરવી જરૂરી છે.
  • તમારા નામે પહેલાંથી PAN જારી થયેલું ન હોવું જોઈએ
  • તમારી પાસે Valid Aadhaar Card હોવું જોઈએ
  • Aadhaar સાથે મોબાઇલ નંબર Linked હોવો જરૂરી છે
  • તેના માટે અપ્લાય કરનાર વ્યક્તિ Minor ન હોવી જોઈએ
  • એપ્લિકેન્ટ ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ Representative Assesseeની કેટેગરીમાં ન હોવો જોઈએ.
  • જો તમારી પાસે પહેલાંથી PAN છે પરંતુ તે ખોવાઈ ગયું છે, તો આ સુવિધા દ્વારા નવું e-PAN બનાવી શકાતું નથી. આવા કિસ્સામાં PAN ફરીથી મેળવવા માટે અલગ Process Follow કરવો પડશે.

Aadhaar થી e-PAN બનાવવાની સંપૂર્ણ Process

  • આ માટે સૌથી પહેલાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની e-Filing વેબસાઇટ પર જાઓ અને Instant e-PAN સર્વિસનો ઓપ્શન Select કરો.
  • અહીં Get New e-PANના ઓપ્શન પર ક્લિક કરો
  • હવે તમારો 12 Digitનો Aadhaar Number દાખલ કરો અને આગળ Proceed કરો
  • Aadhaar સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર આવેલો OTP દાખલ કરીને Verification પૂર્ણ કરો
  • સ્ક્રીન પર દેખાતી Aadhaar Details ચેક કરો અને જરૂરી Consent આપો
  • Request Submit કર્યા પછી તમને એક Acknowledgement ID મળશે. તેને તમારી પાસે સાચવીને રાખો. આ ID તમારા Registered Mobile Number પર પણ મોકલવામાં આવે છે.
  • e-PAN તૈયાર થયા પછી તમે આ જ સર્વિસ દ્વારા તેનું Status Check અને e-PAN Download કરી શકો છો.

e-PAN માટે પૈસા ચૂકવવા પડશે નહીં

Instant e-PAN સર્વિસની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે Free છે. Online Apply કરી શકાય છે અને સામાન્ય રીતે તેના માટે કોઈ Physical Form ભરવાની જરૂર પડતી નથી.

- Advertisement -

ધ્યાન રાખો

એક વાતનું ધ્યાન રાખો કે તમારા Aadhaar માં તમારી જરૂરી Details અને KYC Details સાચી અને Updated હોવી જોઈએ. જો e-PAN બનાવવાની Request Reject થઈ જાય, તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર તમે PAN માટે Protean અથવા UTIITSL દ્વારા Apply કરી શકો છો.

Share This Article