ચોમાસું આગળ વધે છે 15 જૂને ગુજરાતમાં આગમનની સંભાવના

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 3 : ગુજરાતના મોટાભાગના જિલ્લા વર્તમાન સમયે ભીષણ ગરમીની ચપેટમાં છે. જો કે આ દરમિયાન હવામાન વિભાગ તરફથી એક રાહતભર્યા અહેવાલ આપવામાં આવ્યા છે. આઇએમડીના કહેવા પ્રમાણે નૈઋઍત્યનું ચોમાસું 15 જૂન સુધીમાં ગુજરાતમાં એન્ટ્રી કરે તેવી સંભાવના છે.

rain

- Advertisement -

ચોમાસાનાં આગમ સાથે જ ગુજરાતના લોકોને અંગ દઝાડતી ગરમીથી રાહત મળવાની આશા છે. અત્યાર સુધીમાં ચોમાસું કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ અને તેલંગણના અમુક હિસ્સા ઉપરાંત લક્ષદ્વીપ અને આંદમાન નિકોબાર સહિત અરબ સાગર તરફ બંગાળની ખાડીમાં ખૂબ આગળ સુધી વધી ચૂક્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી એક બે દિવસમાં ચોમાસું પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓરિસ્સાના વિસ્તારોમાં વરસાદ લઈને આવી શકે છે. સામાન્ય રીતે બિહારમાં ચોમાસની એન્ટ્રી 10 જૂન આસપાસ હોય છે પણ આ વખતે એક અઠવાડિયા પહેલાં જ આગામ થવાની આગાહી થઈ છે. દક્ષિણ-પશ્ચિમ મોન્સુન કેરળમાં પોતાના નિર્ધારિત સમયે 30મી મેના રોજ પહોંચી ગયું હતું.

અત્યારસુધીમાં ચોમાસું તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તરનાં રાજ્યોમાં પહોંચી ચૂક્યું છે અને ટૂંક સમયમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે મધ્યપ્રદેશ અને ગુજરાતમાં મોન્સુનની એન્ટ્રી 15 જૂન સુધીમાં થઈ શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે જૂનના અંત સુધીમાં દિલ્હીમાં ચોમાસું પહોંચી શકે છે. દેશમાં ચાલુ વર્ષે સમય પહેલ ચોમાસાની એન્ટ્રી થઈ છે. જેનાથી અંદાજો લગાડી શકાય તેમ છે કે અન્ય રાજ્યોમાં પણ ચોમાસું સમય કરતાં વહેલાં પહોંચશે. આઇએમડીએ કેરળમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આઇએમડીએ આસમ અને મેઘાલય માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરતા કહ્યું છે કે ત્રણથી પાંચ જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વિભાગે આવી જ રીતનું એલર્ટ આંધ્રપ્રદેશ માટે પણ જારી કર્યું છે.

- Advertisement -
Share This Article