વડોદરામાં ઈન્ડિયન ઓઈલ રિફાઈનરીમાં લાગેલી આગ કાબૂમાં, કોઈ જાનહાનિ નહીં

Reena Brahmbhatt
1 Min Read

વડોદરામાં ઈન્ડિયન ઓઈલ રિફાઈનરીમાં લાગેલી આગ કાબૂમાં, કોઈ જાનહાનિ નહીં

વડોદરા, 21 ડિસેમ્બર: ગુજરાતના વડોદરા શહેરના કોયાલી વિસ્તારમાં આવેલી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ની રિફાઇનરીમાં શનિવારે આગ ફાટી નીકળી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી.

- Advertisement -

જવાહર નગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એબી મોરીએ જણાવ્યું હતું કે રિફાઇનરીના ‘આઇસોમરેટ’ યુનિટની ભઠ્ઠીમાં લગભગ 5:15 વાગ્યે આગ ફાટી નીકળી હતી અને IOCની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના ફાયર બ્રિગેડના જવાનોએ 45 મિનિટમાં તેને કાબૂમાં કરી લીધો હતો.

મોરીએ કહ્યું, “આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. “તે લેવલ-વન (નાની) આગ હતી અને વિસ્તારને ઠંડું કરવાની કામગીરી ચાલુ છે.”

- Advertisement -

ગયા મહિને, 11 નવેમ્બરના રોજ, આ પ્લાન્ટની ટાંકીમાં વિસ્ફોટ પછી ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં બે લોકોના મોત થયા હતા.

Share This Article