Bharat NCAP 2.0: ઓક્ટોબર 2027થી નવા નિયમો, ગાડીઓની Safety Testing થશે વધુ કડક

Arati Parmar
3 Min Read

Bharat NCAP 2.0: સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM) ના 66મા વાર્ષિક સંમેલનને સંબોધિત કરતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ જાહેરાત કરી છે કે સરકાર ભારત NCAP (BNCAP) ના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે. નવું ભારત NCAP 2.0 પ્રોગ્રામ ઓક્ટોબર 2027થી લાગુ થશે. તેમાં વ્હીકલ એસેસમેન્ટ પ્રોગ્રામનો વ્યાપ વધારવામાં આવશે. નવા તબક્કામાં માત્ર અકસ્માત સમયે ગાડીની અંદર બેઠેલા મુસાફરો કેટલા સુરક્ષિત છે તેના પર ધ્યાન આપવામાં નહીં આવે, પરંતુ રાહદારીઓની સુરક્ષા સહિત અન્ય બાબતો પર પણ ધ્યાન આપવામાં આવશે. આવો તમને BNCAP 2.0 હેઠળ પ્રસ્તાવિત નવા નિયમો, ક્રેશ ટેસ્ટ અને 5-Star Safety Rating ના માપદંડો વિશે જણાવીએ.

સમગ્ર Crash Chain ની થશે તપાસ

નિતિન ગડકરીના અનુસાર BNCAP 2.0 માં ગાડીઓનું પરીક્ષણ મુખ્યત્વે ત્રણ મોટા ક્ષેત્રોના આધારે થશે.

- Advertisement -
  • અકસ્મતથી બચાવવું (Crash Avoidance) – અકસ્માત થતો અટકાવતી ટેક્નોલોજીની તપાસ.
  • રાહદારીઓની સુરક્ષા (Pedestrian Protection) – અકસ્માત સમયે રસ્તા પર ચાલતા રાહદારીઓ અને સાઇકલચાલકોની સુરક્ષા.
  • અકસ્મત બાદ રાહત કામગીરી (Post-Crash Evacuation and Care) – અકસ્માત બાદ ગાડીમાંથી મુસાફરોને બહાર કાઢવા અને કટોકટીની સુરક્ષા સહાયની સુવિધા.
  • સૂચનો – કેન્દ્રીય મંત્રીએ ઓટોમોબાઇલ કંપનીઓને આ સુરક્ષા કાર્યક્રમને વધુ સારો બનાવવા માટે પોતાના સૂચનો આપવા માટે આમંત્રણ પણ આપ્યું છે.

100 Points નું નવું Structure

  1. નવેમ્બર 2025માં માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ AIS-197 (Revision 1) હેઠળ ભારત NCAP ના આગામી તબક્કા માટે નવા નિયમોનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેનો હેતુ Car Safety Testing Program ને વધુ વિસ્તૃત અને કડક બનાવવાનો હતો. આ પ્રસ્તાવિત System હેઠળ Cars ને પાંચ ક્ષેત્રોના આધારે 100માંથી Points આપવામાં આવશે.
  2. Crash Protection (ગાડીની અંદરના મુસાફરોની સુરક્ષા) માટે 55 Points. રાહદારીઓ તથા Road Users ની સુરક્ષા માટે 20 Points. Safe Driving Features માટે 10 Points. અકસ્માતથી બચાવતી ટેક્નોલોજી માટે 10 Points અને અકસ્માત બાદની સુરક્ષા માટે 5 Points ની જોગવાઈ છે.

5-Star Rating મેળવવી પડશે વધુ મુશ્કેલ

BNCAP 2.0 માં 5-Star Car Safety Rating મેળવવાના માપદંડો ઘણાં કડક કરવામાં આવ્યા છે.

  • 2027થી નિયમ – 2027થી કોઈપણ Car ને 5-Star Rating મેળવવા માટે 100માંથી ઓછામાં ઓછા 70 Points મેળવવા પડશે.
  • 2029થી નિયમ – 2029થી Minimum Score વધારીને 80 Points કરવામાં આવશે.
  • ફરજિયાત Features – Car ને Star Rating મેળવવા યોગ્ય બનવા માટે તેમાં Curtain Airbag અને Electronic Stability Control (ESC) Standard તરીકે એટલે કે શરૂઆતના Variant થી હોવું ફરજિયાત રહેશે.

નવા અને કડક Crash Test

હાલના Crash Test ઉપરાંત BNCAP 2.0 હેઠળ Cars ને અનેક નવા Test માંથી પસાર થવું પડશે.

- Advertisement -
  • 50 kph Full-Width Frontal Crash Test – સંપૂર્ણ પહોળાઈથી આગળની ટક્કરનું Test.
  • 32 kph Oblique Pole Impact Test – ત્રાંસા થાંભલા સાથે ટક્કરનું Test. તેની Speed 29 kphથી વધારીને 32 kph કરવામાં આવી છે.
  • 50 kph Rear-Impact Test – પાછળથી થતી ટક્કરનું Test.
Share This Article