નાસિકમાં એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેશ, બંને પાઈલટ બચી ગયા

Reena Brahmbhatt
1 Min Read

એરફોર્સની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે

મુંબઈ, 04 જૂન. વાયુસેનાનું ફાઈટર પ્લેન સુખોઈ-30 મંગળવારે બપોરે નાશિક જિલ્લાના પિંપલગાંવના શિરગાંવમાં એક ખેતરમાં ક્રેશ થયું હતું. પ્લેનના બંને પાઈલટ પેરાશૂટની મદદથી સમયસર બહાર નીકળી ગયા હતા, જેના કારણે બંનેનો આબાદ બચાવ થયો હતો. એરફોર્સની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પ્લેનમાં લાગેલી આગને ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. પિંપલગાંવના શિરગાંવ વિસ્તારમાં એક ખેતરમાં કોઈ ન હોવાથી આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી.

- Advertisement -

Sukhoi fighter jet crash

વાયુસેનાનું ફાઈટર પ્લેન સુખોઈ-30 બપોરે લગભગ 12 વાગ્યે નાસિકના શિરગાંવ વિસ્તારમાં એક ખેતરમાં અચાનક ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં પ્લેન ક્રેશ થયા બાદ બે ટુકડા થઈ ગયા હતા અને પ્લેનમાં આગ લાગી હતી. હાલ ઘટનાસ્થળે ધુમાડો ફેલાયો છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાનને જોવા માટે અકસ્માત સ્થળે નાગરિકોની ભીડ ઉમટી પડી હતી. અકસ્માતનું સ્પષ્ટ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. એરફોર્સ હાલ અકસ્માતની તપાસ કરી રહી છે. પ્રારંભિક માહિતીમાં જાણવા મળ્યું છે કે ટેકનિકલ ખામીના કારણે પ્લેન ક્રેશ થયું હતું.

- Advertisement -
Share This Article