Vivo X Fold 6: Vivoએ પોતાના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન Vivo X Fold 6 ને વૈશ્વિક બજારમાં સત્તાવાર રીતે લોન્ચ કરી દીધો છે. કંપનીએ તેને ચીનમાં લોન્ચ કર્યાના થોડા મહિનાઓ બાદ હવે આંતરરાષ્ટ્રીય બજારમાં રજૂ કર્યો છે. ફોનમાં મોટું ફોલ્ડેબલ ડિસ્પ્લે, ફ્લેગશિપ MediaTek ચિપસેટ, 200MP કૅમેરા અને મોટી બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે Vivoએ આ વખતે ફોલ્ડેબલ ફોનને માત્ર કૅમેરા અને પરફોર્મન્સ સુધી સીમિત રાખ્યો નથી, પરંતુ તેમાં AI અને મલ્ટીટાસ્કિંગ સાથે જોડાયેલા અનેક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
Vivo X Fold 6 માં અંદરની તરફ 8.02 ઇંચનું 2K+ LTPO AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેનું રિઝોલ્યુશન 2504×2312 પિક્સેલ છે. જ્યારે બહારની તરફ 6.51 ઇંચની LTPO AMOLED કવર સ્ક્રીન મળે છે, જેનું રિઝોલ્યુશન 2528×1120 પિક્સેલ છે. બંને ડિસ્પ્લેમાં 1-120Hz Adaptive Refresh Rate, Dolby Vision અને 5,000 નિટ્સ સુધીની પીક બ્રાઇટનેસ મળે છે.
પરફોર્મન્સ માટે ફોનમાં 3nm આધારિત MediaTek Dimensity 9500 Super Edition ચિપસેટ આપવામાં આવ્યું છે. તેની સાથે 16GB સુધી LPDDR5X RAM અને 1TB સુધી UFS 4.1 સ્ટોરેજ મળે છે. ફોન OriginOS 7 Fold, Android 17 પર ચાલે છે. તેમાં Multi-Task Workbench, Multi-Split Screen અને AI Cross-App Drag જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે, જેના કારણે મોટી સ્ક્રીન પર એકસાથે અનેક કામ કરી શકાય છે.
કૅમેરાની વાત કરીએ તો Vivo X Fold 6 માં 200MP મેઇન કૅમેરા આપવામાં આવ્યો છે, જે OIS અને ZEISS T* Coating સાથે આવે છે. તેની સાથે 50MP અલ્ટ્રા-વાઇડ અને 50MP 3x પેરિસ્કોપ ટેલિફોટો કૅમેરા મળે છે. બંને ડિસ્પ્લે પર 20MPના સેલ્ફી કૅમેરા આપવામાં આવ્યા છે. ફોન 4K 60fps Dolby Vision વીડિયો રેકોર્ડિંગ અને 100x ZEISS HyperZoomને સપોર્ટ કરે છે.
Vivo X Fold 6 માં 6,900mAh BlueVolt બેટરી આપવામાં આવી છે. તે 80W વાયર્ડ FlashCharge અને 40W વાયરલેસ FlashChargeને સપોર્ટ કરે છે. કંપનીએ તેમાં 5th-Gen Silicon Anode Technology અને 3rd-Gen Semi-Solid-State Battery ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે.
ફોલ્ડેબલ હોવા છતાં Vivoએ તેની ડિઝાઇન પર પણ ઘણું ધ્યાન આપ્યું છે. Prism Black વેરિઅન્ટ અનફોલ્ડ કર્યા પછી લગભગ 4.4mm પાતળું અને 228 ગ્રામ વજનનું છે, જ્યારે Horizon Blue વેરિઅન્ટ 4.8mm અને 235 ગ્રામનું છે. ફોનને IPX8, IPX9 અને IP5X રેઝિસ્ટન્સ પણ મળ્યું છે.
વૈશ્વિક લોન્ચ દરમિયાન Vivoએ હજુ આંતરરાષ્ટ્રીય કિંમત અને તમામ બજારોમાં ઉપલબ્ધતાની માહિતી જાહેર કરી નથી. કંપનીના જણાવ્યા અનુસાર અલગ-અલગ બજારો પ્રમાણે કિંમત અને ઉપલબ્ધતાની જાહેરાત કરવામાં આવશે. વૈશ્વિક મૉડલ Prism Black અને Horizon Blue રંગમાં આવશે. ભારતમાં પણ કિંમત અને વેચાણની સત્તાવાર માહિતી હજુ સામે આવી નથી.

