OpenAI 5 ChatGPT Commands: OpenAI ના 5 શક્તિશાળી કમાન્ડ્સ: ચેટજીપીટીમાંથી સરળ રીતે એક્સપર્ટ જેવા જવાબ મેળવવાની રીત

Arati Parmar
4 Min Read

OpenAI 5 ChatGPT Commands: OpenAI દ્વારા હાલમાં જ 5 કમાન્ડ વિશે જણાવવામાં આવ્યું છે જેની મદદથી ચેટજીપીટી ખૂબ જ સારી રીતે જવાબ આપી શકશે. ચેટજીપીટી કેવી રીતે કામ કરે છે માટે કયો કમાન્ડ આપવામાં આવ્યો છે એ ખૂબ જ મહત્વનું છે. આથી કયા કમાન્ડ દ્વારા ચેટજીપીટી પાસે સારું કામ કઢાવી શકાય એના પર OpenAI દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ કમાન્ડને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે જેથી યુઝરનું કામ ચેટજીપીટી વધુ સરળ અને અસરકારક બનાવી આપશે.

સરળ ભાષામાં એક્સપર્ટ જેવું દેખાવવા માટે

- Advertisement -

OpenAI દ્વારા પહેલો કમાન્ડ વિશે જણાવવામાં આવ્યું છે એના દ્વારા યુઝર્સ સામાન્ય ભાષામાં એક્સપર્ટ હોય એ રીતે દેખાઈ શકે છે. આ કમાન્ડ છે, ‘Explain this like I’m five, like I’m a college student, and like I’m an expert.’ OpenAIના જણાવ્યા અનુસાર આ ક્વોન્ટમ કમ્પ્યુટિંગથી લઈને રસોઈ બનાવવા સુધીની તમામ બાબતો વિશે આ કમાન્ડો ઉપયોગ કરી શકાય છે. આ કમાન્ડની મદદથી ચેટજીપીટી યુઝર્સની જરૂરિયાત અનુસાર કોઈ પણ કોમ્પ્લેક્સ સવાલનો જવાબ સરળ બનાવી શકે છે.

Share This Article