વેસ્ટ ઇન્ડીઝ- 45 રન
2019માં બાસેટેરે રમાયેલી T20 મેચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમ ઇંગ્લેન્ડ સામે માત્ર 45 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ફુલ મેમ્બર ટીમનો આ ફોર્મેટમાં સૌથી નાનો સ્કોર છે.
શ્રીલંકા- 45 રન
જાપાનના નિસિનમાં આ મેચ રમાઈ હતી. ભારત સામે શ્રીલંકા પણ માત્ર 45 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ સાથે શ્રીલંકાએ વેસ્ટ ઇન્ડીઝના સૌથી ઓછા ઓલઆઉટ સ્કોરની બરાબરી કરી લીધી.
વેસ્ટ ઇન્ડીઝ- 55 રન
વેસ્ટ ઇન્ડીઝનું નામ આ લિસ્ટમાં ફરી એકવાર આવે છે. 2021માં દુબઈમાં ઇંગ્લેન્ડ સામે ટીમ માત્ર 55 રનમાં ઢેર થઈ ગઈ હતી. આ T20 વર્લ્ડ કપમાં કોઈ ફુલ મેમ્બર ટીમનો સૌથી નાનો સ્કોર છે.
અફઘાનિસ્તાન- 56 રન
2024માં તારોબામાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ થઈ હતી. સાઉથ આફ્રિકાની બોલિંગ સામે અફઘાનિસ્તાન ટીમ 56 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ઝિમ્બાબ્વે- 57 રન
આ લિસ્ટમાં ઝિમ્બાબ્વેનું નામ પણ સામેલ છે. 2024માં પાકિસ્તાને ઝિમ્બાબ્વેનો પ્રવાસ કર્યો હતો. બુલાવાયોમાં થયેલી મેચમાં પાકિસ્તાને ઝિમ્બાબ્વેને માત્ર 57 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

