વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ સતત ચાર હાર સહન કરી ચૂકી છે.

newzcafe
2 Min Read

પાકના પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકે રાજીનામું આપી દીધું


પાકના પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકે રાજીનામું આપી દીધું 


નવી દિલ્હી, તા. 30 : વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ સતત ચાર હાર સહન કરી ચૂકી છે. તેની સેમિફાઇનલમાં પહોંચવાની આશા કોઇ ચમત્કાર સમાન છે. હજુ ગયા મહિના સુધી આઇસીસી ક્રમાંકની નંબર વન પાક. ટીમ વિશ્વકપમાં સતત ખરાબ દેખાવ કરી રહી છે. ટીમમાં વિખવાદની ખબરો પણ સામે આવી છે. કપ્તાન બાબર આઝમની પ્રાઇવેટ ચેટ પણ લીક થઇ છે. હવે આજે સાંજે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચીફ સિલેક્ટર ઇન્ઝમામ ઉલ હકે રાજીનામું આપી દીધું છે.  વર્લ્ડકપની વચ્ચે જ પાક. ટીમના મુખ્ય પસંદગીકાર ઇન્ઝમામ ઉલ હકે તેનું પદ છોડવાનો નિર્ણય લીધો છે. ટીમના ખરાબ પ્રદર્શનને લીધે હક પર સવાલ ઉઠી રહ્યા હતા. આ સામે હકે તટસ્થ તપાસની માંગ કરી હતી. હકે કહ્યંy  કે લોકો મને જાણ્યા વિના ખોટા આક્ષેપો કરે છે. અમે ઉપલબ્ધ શ્રેષ્ઠ ટીમ પસંદ કરી હતી. મારા પર જે આક્ષેપો થઇ રહ્યા છે તેના જવાબ આપવા કરતા રાજીનામું આપી દેવું વધુ સારું બની રહેશે. આ ઉપરાંત ઇન્ઝમામ ઉલ હક પર પ્લેયર્સ એજન્ટ ફર્મમાં હિસ્સેદારી હોવાનો પણ વિવાદ થયો છે. તેની યાજો ઇન્ટરનેશનલ લિમિટેડમાં ભાગીદારી છે. આ કંપનીના માલિક તલ્હા રેહમાની છે. જે પાક. ટીમના કપ્તાન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહિન અફ્રિદીના કામકાજ સંભાળે છે. જેને લઇને પણ હક પર આક્ષેપો થયા હતા. આ મામલે પીસીબીએ તપાસનો સંકેત આપ્યો છે.

Share This Article