IPL Records 2026: માત્ર 52 બોલ પર જોડ્યા 129 રન, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની જોડી બની નંબર-1

Arati Parmar
2 Min Read

IPL Records 2026: અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની જોડીએ આઈપીએલમાં એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે. સનરાઈઝર્સ હૈદરાબાદની ઓપનિંગ જોડી તરીકે બંને ખેલાડીઓએ મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 129 રનની ભાગીદારી કરી. આ આઈપીએલમાં ઓપનિંગ વિકેટ માટે સૌથી વધુ વખત શતકીય ભાગીદારી કરનારી સંયુક્ત રીતે ‘નંબર-1’ જોડી બની ગઈ છે.

અભિષેક અને હેડ વચ્ચે છઠ્ઠી વખત શતકીય ભાગીદારી

અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે આઈપીએલ ઈતિહાસમાં પ્રથમ વિકેટ માટે 6 વખત શતકીય ભાગીદારી કરી છે. આ બાબતમાં તેમણે ડેવિડ વોર્નર અને શિખર ધવનની બરાબરી કરી લીધી છે. આ લિસ્ટમાં ડેવિડ વોર્નર-જોની બેરસ્ટો, ફાફ ડુ પ્લેસિસ-વિરાટ કોહલી અને શુભમન ગિલ-સાઈ સુદર્શનની જોડી સંયુક્ત રીતે બીજા સ્થાને છે, જેમણે 5-5 વખત આવું કર્યું.

- Advertisement -

આઈપીએલમાં ઓપનિંગ વિકેટ માટે સૌથી વધુ શતકીય ભાગીદારી

  • 6 – અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ

  • 6 – ડેવિડ વોર્નર અને શિખર ધવન

  • 5 – ડેવિડ વોર્નર અને જોની બેરસ્ટો

  • 5 – ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી

  • 5 – શુભમન ગિલ અને સાઈ સુદર્શન

પાવરપ્લેમાં જ હૈદરાબાદે 92 રન ફટકાર્યા

વાનખેડે સ્ટેડિયમમાં 244 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી આ ઓપનિંગ જોડીએ પાવરપ્લેમાં અતૂટ ભાગીદારી કરતા 92 રન બનાવ્યા. આ સનરાઈઝર્સ હૈદરાબાદનો આઈપીએલ મેચ દરમિયાન શરૂઆતની 1-6 ઓવર વચ્ચેનો પાંચમો સૌથી મોટો સ્કોર રહ્યો. SRH આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પાવરપ્લેમાં 125/0નો સ્કોર બનાવી ચૂક્યું છે, જે આ લિસ્ટમાં સૌથી મોટો સ્કોર છે.

- Advertisement -

મેચમાં શું-શું થયું?

  • આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટ ગુમાવીને 243 રન બનાવ્યા.

  • જેક્સ 22 બોલમાં 46 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા, જ્યારે રેયાન રિકેલ્ટને 55 બોલમાં 8 સિક્સર અને 10 ફોર સાથે 123 રનની અણનમ ઇનિંગ રમી.

  • તેના જવાબમાં SRH એ 18.4 ઓવરમાં મુકાબલો 6 વિકેટથી પોતાના નામે કરી લીધો.

  • અભિષેક શર્માએ 24 બોલમાં 45 રનની ઇનિંગ રમી, જ્યારે ટ્રેવિસ હેડે 30 બોલમાં 8 સિક્સર અને 4 ફોર સાથે 76 રન બનાવ્યા.

  • હેનરિક ક્લાસેને 30 બોલમાં અણનમ 65 રનની ઇનિંગ રમી.

Share This Article