Oman Tanker Drone Attack: ઓમાનના દરિયાકાંઠે ટેન્કર પર ડ્રોન હુમલો, ભારતીય નાવિકો અંગે આવ્યું મોટું અપડેટ

Arati Parmar
3 Min Read

Oman Tanker Drone Attack: કેન્દ્રીય બંદર, જહાજ પરિવહન અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે રવિવારે જણાવ્યું કે ઓમાન નજીક સોહાર એન્કરેજ ખાતે ટેન્કર ‘MT PETRO DOLPHIN’ પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ટેન્કર પર 11 ભારતીય નાવિકો સવાર હતા. સોનોવાલે સોશિયલ મીડિયા મંચ ‘X’ પરની એક પોસ્ટમાં જણાવ્યું કે ક્રૂના 9 સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ સુરક્ષિત છે, જ્યારે 2 ભારતીય નાગરિકો હજુ પણ લાપતા છે. મંત્રીએ જણાવ્યું કે સ્થાનિક તટરક્ષક દળ દ્વારા શોધ અને બચાવ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે મંત્રાલય સંબંધિત અધિકારીઓના સતત સંપર્કમાં છે.

- Advertisement -

ઓમાનમાં ભારતીય દૂતાવાસનું પણ નિવેદન આવ્યું

ઓમાનમાં ભારતીય દૂતાવાસે પણ જણાવ્યું કે તે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છે. X પરની એક પોસ્ટમાં દૂતાવાસે જણાવ્યું કે દૂતાવાસ નિકારાગુઆના ધ્વજવાળા ટેન્કર ‘MT PETRO DOLPHIN’ સાથે જોડાયેલી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે. આ ટેન્કર પર સવાર 11 ભારતીય નાવિકોમાંથી 2 લાપતા હોવાના અહેવાલ છે. દૂતાવાસ સંબંધિત અધિકારીઓના સતત અને નજીકના સંપર્કમાં છે.

- Advertisement -

ખાડી વિસ્તારમાં વ્યાપારી જહાજો પર સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે આ ઘટનાઓ બની છે, જ્યાં તણાવ યથાવત છે. આ પહેલાં, 9 ઑક્ટોબરે પનામાના ધ્વજવાળા કાચા તેલના ટેન્કર MT GEM NO. 2 પર શારજાહ એન્કરેજ ખાતે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. આ ટેન્કર પર 22 ભારતીય નાગરિકો સવાર હતા. સોનોવાલે જણાવ્યું હતું કે જહાજ પર સવાર તમામ 22 ભારતીય નાવિકો સુરક્ષિત છે. આ ઘટનાઓને કારણે વિસ્તારમાં વ્યાપારી જહાજોની અવરજવર અને ભારતીય નાવિકોની સુરક્ષા અંગેની ચિંતાઓ ફરી વધી છે.

- Advertisement -
Share This Article