આઈપીએલથી બીસીસીઆઈએ બમ્પર કમાણી કરી

Reena Brahmbhatt
2 Min Read

મુંબઇ, તા. 20 : આઇપીએલ-2023 સિઝનથી બીસીસીઆઇને બમ્પર કમાણી થઇ હતી. અહેવાલ અનુસાર આઇપીએલ 2023 સિઝનથી બીસીસીઆઇને રૂપિયા પ120 કરોડની અધધધ કમાણી થઇ હતી. 2022ની આઇપીએલ સિઝનથી બીસીસીઆઇને 2367 કરોડની કમાણી થઇ હતી. એ સામે 2023માં 116 ટકા વધુ નફો થયો છે અને અંદાજે રૂા. 5120 કરોડની કમાણી થઈ છે. 2024 આઇપીએલ સીઝનની કમાણીના આંકડા હજુ સામે આવ્યા નથી. અહેવાલમાં એવો પણ દાવો થયો છે કે બીસીસીઆઇએ 2038 કરોડ જીએસટીના રૂપમાં સરકારને ચૂકવ્યા છે. એવું માનવામાં આવે છે કે આઇપીએલ-2023થી બીસીસીઆઈની કુલ આવક 11769 કરોડ રૂપિયા હતી. જે દર વર્ષે 78 ટકા વધી છે.

kkr ipl win emotion

- Advertisement -

ipl 1

આ સાથે બીસીસીઆઇનો ખર્ચ પણ ઘણો વધ્યો છે. આયોજન પાછળ 6648 કરોડનો ખર્ચ કરાયાનું જાહેર થયું છે. આઇપીએલ આયોજનનો ખર્ચ 66 ટકા વધ્યો છે. આઇપીએલના મીડિયા અધિકારો 2023થી 2027 સુધીના માટે બીસીસીઆઇને 48390 કરોડ રૂપિયા મળ્યા છે. આઇપીએલના ટીવી અધિકાર ડિઝની સ્ટારે 23પ7પ કરોડની બોલી લગાવી હાંસલ કર્યા હતા. જ્યારે ડિજિટલ હક્કો જિયો સિનેમાએ 237પ8 કરોડમાં હાંસલ કર્યા હતા. જ્યારે આઇપીએલ ટાઇટલ અધિકાર ટાટા સન્સને 2પ00 કરોડ રૂપિયામાં વેચ્યા હતા.

- Advertisement -

અન્ય સ્પોન્સરશિમાંથી બીસીસીઆઇ 148પ કરોડ કમાયું છે. બીસીસીઆઇ આ ઉપરાંત મહિલા આઇપીએલ (ડબ્લ્યુપીએલ) 2023 સિઝનમાં 377 કરોડ કમાયું છે. – બીસીસીઆઇની તિજોરી છલોછલ : મુંબઈ, તા. 20 : નાણાકીય વર્ષ 2023 અંતમાં બીસીસીઆઇના બચત અને ચાલુ ખાતા અને એફડીમાં 16493.2 કરોડ રૂપિયા બેલેન્સ હતી. જેમાંથી 2023 સિઝન માટે આઇપીએલ ફ્રેંચાઇઝીઓને 4670 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. કુલ મળીને નાણાકીય વર્ષ 2023 દરમિયાન બીસીસીઆઇની સરપ્લસ મૂડી 38 ટકા વધી 3727 કરોડ રૂપિયા થઇ છે. આવક પ0 ટકા વધી 6પપ8 કરોડ અને વ્યય 70 ટકા વધીને 2831 કરોડ રૂપિયા થઇ છે.

Share This Article