ફરીથી 10 ડ્રગ્સનાં પેકેટ જખૌ દરિયાઇ ક્ષેત્રમાંથી મળ્યાં

Reena Brahmbhatt
1 Min Read

ભુજ, તા. 16 : જૂન માસથી કચ્છના દરિયાઇ વિસ્તાર તેમાંય ખાસ કરી જખૌ ક્ષેત્રમાંથી બિનવારસુ હાલતમાં ડ્રગ્સના પેકેટ મળવાનો શરૂ થયેલો સિલસિલો હજુયે અવિરત છે.

drugs kutch

- Advertisement -

આજે જખૌ ક્ષેત્રમાંથી બીએસએફને વધુ 10 ડ્રગ્સના પેકેટ મળ્યા છે. સીમા સુરક્ષાદળના જવાનો આજે જખૌના દુર્ગમ ટાપુઓ અને ક્રીક વિસ્તારમાં તલાશી અભિયાન કરી રહ્યા હતા, ત્યારે બિનવારસુ હાલતમાં માદક પદાર્થના 10 પેકેટ મળ્યા હતા જેનું વજન 10 કિલો છે. બીએસએફના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલ 30થી 40 દિવસ દરમ્યાન દળને આવી રીતે 192 ડ્રગ્સના પેકેટ જપ્ત કરવામાં સફળતા મળી છે અને હજુ પણ આવા માદક પદાર્થના પેકેટ મળવાની સંભાવનાને ધ્યાને લઇ તલાશી અભિયાન અવિરત હોવાનું જણાવ્યું છે.

Share This Article