Rape Victim Identity Protection Rules: સુપ્રીમ કોર્ટે અદાલતના રેકોર્ડમાં રેપ પીડિતાઓની ઓળખ છતી કરવા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તમામ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને નિર્દેશ આપ્યો છે કે આના પર લાગેલી રોકનું સખ્તાઈથી પાલન કરે. કિશોરી સાથે રેપના એક મામલામાં દોષિતને છોડી મૂકવાના નિર્ણયને પલટાવતા સુપ્રીમ કોર્ટે બુધવારે આ નિર્દેશ જાહેર કર્યો.
કયા મામલા પર સુપ્રીમ કોર્ટે કહી આ વાત
આ મામલામાં ટ્રાયલ કોર્ટે આરોપીને દોષિત ઠેરવતા ૧૦ વર્ષના કારાવાસની સજા સંભળાવી હતી. જોકે, હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે એવું કહેતા તેને છોડી મૂક્યો હતો કે પીડિતાનું બે કલાકમાં ૧૬ કિમી યાત્રા કરવું અશક્ય લાગે છે.
અદાલતી રેકોર્ડમાં રેપ પીડિતાની ઓળખ છુપાવવાના નિયમનું ઉલ્લંઘન જારી છે. ફેંસલાની કોપી તમામ હાઈકોર્ટને મોકલવામાં આવે. — સુપ્રીમ કોર્ટ
અભિયોજન પક્ષના મામલાને ફગાવી શકાય નહીં
આ ફેંસલાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટેશ્વર સિંહની પીઠે ફેંસલાને રદ કરતા કહ્યું કે ભલે સમય-મર્યાદા પર શંકા હોય, ઘટના પર અસર પડતી નથી. સાક્ષીઓના નિવેદનોમાં નાની-મોટી વિસંગતતાઓ હોવાના આધારે આખાય અભિયોજન પક્ષના મામલાને ફગાવી શકાય નહીં.
રેપ પીડિતાની ઓળખ છતી કરવા પર ૨ વર્ષની જેલ
બળાત્કાર પીડિતાની ઓળખ છતી કરવી એ દંડનીય અપરાધ છે. અપરાધીને ૨૨૮-એ હેઠળ બે વર્ષ સુધીની સજા થઈ શકે છે.
આઈપીસીની કલમ ૩૭૬, ૩૭૬એ, ૩૭૬બી, ૩૭૬સી, ૩૩૭૬ડી, ૩૭૬જી હેઠળ પીડિતાનું નામ પબ્લિશ કરવા પર બે વર્ષની કેદ અને દંડ થઈ શકે છે.
કાયદા હેઠળ બળાત્કાર પીડિતાના નિવાસ, પરિજનો, મિત્રો, યુનિવર્સિટી કે તેની સાથે જોડાયેલી અન્ય વિગતોને પણ છતી કરી શકાતી નથી.
પીડિતા ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ૩૭૨(૩) હેઠળ કોર્ટમાં “X” અથવા “Y” જેવા નામોનો ઉપયોગ કરી શકે છે.
જો પીડિતા માનસિક રીતે અસ્વસ્થ છે અથવા તેનું મૃત્યુ થયું છે, તો પીડિતાના નજીકના સંબંધીને આઈપીસીની કલમ ૨૮૮એ હેઠળ પીડિતાની ઓળખ છતી કરવા વિરુદ્ધ નજીકની અદાલતમાં અરજી કરવાનો કાનૂની અધિકાર છે.
સગીરના મામલામાં, ઓળખ છતી કરવા માટે વિશેષ અદાલતની પરવાનગી આવશ્યક છે. અહીં સગીરનું હિત સર્વોપરી છે. બળાત્કાર પીડિતની ઓળખને સુરક્ષિત રાખવાનો ઉદ્દેશ્ય તેમને વધારાના આઘાતથી બચાવવા અને આવા અપરાધોની રિપોર્ટ કરવા માટે વધુ સહાયક વાતાવરણને પ્રોત્સાહન આપવાનો છે.

