દેશની ટ્રેનો ઉડાવવાની નાપાક ધમકી

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા.28 : ભારતમાં છેલ્લા કેટલાક સમયથી થતા મોટાભાગના આતંકી હુમલાઓ જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં જ થાય છે પરંતુ એક મોટો અને શંકાસ્પદ હુમલો ભારતના દક્ષિણ છેવાડે રામેશ્વરમમાં થયો હતો અને આ હુમલાએ ગુપ્તચર એજન્સીઓની ઉંઘ ઉડાડી દીધી હતી. પ્રખ્યાત રામેશ્વરમ કેફેમાં બોમ્બ બ્લાસ્ટની જવાબદારી પાકિસ્તાન સ્થિત એક આતંકવાદી ફરહતુલ્લા ઘોરીએ સ્વીકારી હતી. તે ગાંધીનગરમાં અક્ષરધામ આતંકી હુમલાનો પણ માસ્ટર માઈન્ડ હતો. હવે ફરી ઘોરીએ ભારતીય રેલવે પર નિશાન સાધવાની ધમકી આપી છે. 1પમી ઓગસ્ટથી દિવાળી સુધી હવે તહેવારોની સીઝનને કારણે ભારતમાં ગુપ્તચર એજન્સીઓ આજકાલ હાઈ એલર્ટ મોડ પર જ હોય છે.

terrorist 1

- Advertisement -

તેવામાં આતંકી ફરહતુલ્લા ઘોરીનો વધુ એક વીડિયો એજન્સીઓની ચિંતામાં વધારો કરનારો છે. આ વીડિયોમાં ઘોરી ભારતમાં સ્લીપર સેલ દ્વારા દેશભરની ટ્રેનો પર હુમલા કરવાની વાત કરી રહ્યો છે. ભારતમાં ભાગેડુ જાહેર થયા બાદ ઘોરી પાકિસ્તાનમાં રહે છે. પાકિસ્તાનની ઈન્ટર-સર્વિસ ઈન્ટેલિજન્સની મદદથી સ્લીપર સેલ દ્વારા બેંગ્લોરમાં રામેશ્વરમ કાફેમાં બ્લાસ્ટની યોજના ઘડી હતી. આતંકવાદી ફરહતુલ્લા ઘોરીએ સ્લીપર સેલની મદદથી ભારતમાં રેલવે નેટવર્કને પાટા પરથી ઉતારવાની હાકલ કરી છે. વીડિયોમાં તે પ્રેશર કૂકરનો ઉપયોગ કરીને બોમ્બ વિસ્ફોટ કરવાની વિવિધ પદ્ધતિઓ વિશે વાત કરતો જોવા મળે છે.

પેટ્રોલ અને ગેસની પાઈપલાઈન ઉડાડવાની પણ વાત કરી રહ્યો છે. ઘણા હિંદુ નેતાઓ પણ આંતકીના નિશાને છે. વીડિયોમાં ઘોરી કહી રહ્યો છે કે, `ભારત સરકાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અને નેશનલ ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા મારી મિલકતોને નિશાન બનાવીને સ્લીપર સેલને નબળી બનાવી રહ્યાં છે પરંતુ અમે પાછા આવીશું રિપોર્ટમાં દાવો કરાયો છે કે આ વીડિયો લગભગ ત્રણ અઠવાડિયા પહેલા ટેલિગ્રામ પર રીલિઝ કરાયો હતો.

- Advertisement -
Share This Article