Surat Fake Child Medicine: સુરતમાં બાળકોની દવાના નામે પશુઓનું ટોનિક વેચતો મેડિકલ સંચાલક ઝડપાયો, 31 હજારનો માલ જપ્ત

Arati Parmar
1 Min Read

સુરતમાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, પશુઓનું ટોનિક નાની શીશીઓમાં ભરી વેચતો મેડિકલ સંચાલક ઝડપાયો

Surat Fake Child Medicine: સુરતમાં ખાદ્ય અને ઔષધ વિભાગે પશુઓનું ટોનિક નાની નાની શીશીઓમાં ભરીને બાળકોની દવાના નામે વેચતા મેડિકલ સંચાલક મોહમ્મદ સાજિદ ઇબ્રાહિમને પકડ્યો છે.

સાજિદ અત્યાર સુધી આ ટોનિકમાંથી બનાવેલી એક હજાર શીશીઓ વેચી ચૂક્યો છે. પોલીસે તેની પાસેથી 31 હજાર રૂપિયાનો માલ જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી છે.

- Advertisement -

અઠવા વિસ્તારમાં આશરે 20 વર્ષથી ચાલતા શાંતિનાથ મેડિકલ સ્ટોરનો સંચાલક મોહમ્મદ સાજિદ ઇબ્રાહિમ મુલ્લા (51) સુરતના બેગમપુરામાં રહે છે. તે એક જાણીતી કંપનીના એનિમલ ફીડ સપ્લિમેન્ટનું એક લિટર ટોનિક નાની નાની શીશીઓમાં ભરીને બાળકોના ટોનિકના નામે વેચતો હતો.

પૈસા કમાવવાની લાલચમાં ખોટું કામ કર્યું

એક લિટર ટોનિકની કિંમત આશરે 330 રૂપિયા છે, જ્યારે તેમાંથી બનાવેલી 60-60 મિલીલીટરની દરેક શીશી માટે તે 160 રૂપિયા વસૂલતો હતો. વધુ નફો કમાવવા માટે બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર આ મેડિકલ સંચાલક અત્યાર સુધી એક હજાર શીશીઓ વેચી ચૂક્યો છે. ખાદ્ય અને ઔષધ વિભાગે પોલીસને સાથે રાખીને તેના મેડિકલ સ્ટોર પર દરોડો પાડ્યો હતો અને આશરે 31 હજાર રૂપિયાનું ટોનિક જપ્ત કરીને તેની ધરપકડ કરી હતી.

- Advertisement -
Share This Article