વડોદરા: કુંભ મેળામાં જવા માટે વડોદરાથી નીકળેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ અકસ્માતનો ભોગ બની
આ અકસ્માતમાં ડ્રાઇવર, કંડક્ટર અને અન્ય બે મુસાફરો ઘાયલ થયા હતા.
૧૬ ફેબ્રુઆરી, રવિવારના રોજ વડોદરાના તરસાલી વિસ્તારથી પ્રયાગરાજ માટે નીકળેલી ચાર લક્ઝરી બસોમાંથી એકનો મધ્યપ્રદેશના દેવાસ નજીક અકસ્માત થયો હતો, જેમાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રયાગરાજ કુંભ મેળા માટે દરરોજ વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી ભક્તોને લઈને બસો નીકળે છે. રવિવારે શહેરના તરસાલી વિસ્તારમાંથી પ્રયાગરાજ કુંભ મેળા માટે ચાર બસો રવાના થઈ હતી. દ્વારકેશ ટ્રાવેલ્સની આ બસોમાંથી એક મધ્યપ્રદેશના દેવાસ નજીક અકસ્માતનો ભોગ બની હતી.
બસ અકસ્માતને કારણે શ્રદ્ધાળુઓમાં ભય ફેલાયો હતો. પરંતુ સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. આ અકસ્માતમાં ડ્રાઇવર, કંડક્ટર અને અન્ય બે મુસાફરો ઘાયલ થયા હતા. શ્રદ્ધાળુઓનો આરોપ છે કે ટ્રાવેલ ઓપરેટરે તેમને વચન આપેલી સુવિધાઓ પૂરી પાડી નથી.