Dhruv Jurel Century: ધ્રુવ જુરેલે ન્યૂઝીલેન્ડ A સામે ફટકાર્યું શાનદાર શતક, 105 રનની ઇનિંગ રમી

Arati Parmar
2 Min Read

Dhruv Jurel Century: ઇન્ડિયા Aના કેપ્ટન ધ્રુવ જુરેલે ન્યૂઝીલેન્ડ A સામેની બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારી છે. ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલમાં રમાઈ રહેલી આ મેચના પ્રથમ દિવસે તેઓ 99 રન બનાવીને અણનમ હતા. બીજા દિવસના ત્રીજા જ બોલ પર બે રન લઈને જુરેલે પોતાની સદી પૂરી કરી. 25 વર્ષીય જમણા હાથના બેટ્સમેન જુરેલની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ આઠમી સદી છે.

પ્રથમ ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા હતા જુરેલ

ન્યૂઝીલેન્ડ A સામેની પ્રથમ બિનસત્તાવાર ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ધ્રુવ જુરેલે એક રન અને બીજી ઇનિંગમાં બે રન બનાવ્યા હતા. આ મેચમાં તેઓ 105 રન બનાવીને આઉટ થયા હતા. તેઓ પાંચમા ક્રમે બેટિંગ કરવા ઉતર્યા હતા. જુરેલે 171 બોલનો સામનો કર્યો અને 11 ચોગ્ગા ઉપરાંત ત્રણ છગ્ગા ફટકાર્યા. ધ્રુવ જુરેલ ટેસ્ટમાં ટીમના મહત્ત્વના બેટ્સમેન બની ચૂક્યા છે. શ્રીલંકાના પ્રવાસ દરમિયાન બે મેચમાં તેમણે એક અડધી સદી અને એક સદી ફટકારી હતી.

- Advertisement -

25 વર્ષીય ધ્રુવ જુરેલે અત્યાર સુધી ભારત માટે 12 ટેસ્ટ મેચ રમી છે. તેમાં તેમણે 40.68ની સરેરાશથી 651 રન બનાવ્યા છે. તેમાં બે સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે ચાર T20 ઇન્ટરનેશનલ મેચ પણ રમી છે. જોકે, તેની ત્રણ ઇનિંગ્સમાં તેમના નામે માત્ર 12 રન છે.

ઇન્ડિયા Aએ ફટકાર્યા 346 રન

137 રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ પણ ઇન્ડિયા Aએ સ્કોરબોર્ડ પર 346 રન નોંધાવ્યા હતા. બીજા દિવસે પ્રથમ સત્રમાં ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. જુરેલે આઠમી વિકેટ માટે આકાશ દીપ સાથે 75 રનની ભાગીદારી કરી હતી. જમણા હાથના ઝડપી બોલર આકાશ દીપે અડધી સદી ફટકારી હતી. તેમણે 116 બોલમાં 68 રનની ઇનિંગ રમી હતી. તેઓ છેલ્લી વિકેટ તરીકે આઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ફ્રેઝર શીટે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. બ્રેટ રેન્ડલ અને જૈરોડ મેકેએ બે-બે વિકેટ મેળવી હતી.

- Advertisement -
Share This Article