IPL Captain Trade: IPL 2027 પહેલાં હાર્દિક પંડ્યા ટ્રેડ થયા, કેપ્ટન હોવા છતાં ટ્રેડ થયેલા આ 3 ખેલાડીઓના નામ જાણો

Arati Parmar
1 Min Read
IPL Captain Trade

IPL Captain Trade: મુંબઈ ઇન્ડિયન્સે પોતાના કેપ્ટન હાર્દિક પંડ્યાને ટ્રેડ કરી દીધા છે. તે IPL 2027માં પંજાબ કિંગ્સ માટે રમશે. આ પહેલાં ગુજરાતે પણ હાર્દિકને ટ્રેડ કર્યા હતા. ત્યારે પણ તે ટીમના કેપ્ટન હતા. હાર્દિક ઉપરાંત IPLના ઇતિહાસમાં માત્ર ત્રણ જ એવા ખેલાડીઓ છે, જેમને કેપ્ટન હોવા છતાં ટ્રેડ કરવામાં આવ્યા છે. અમે તમને તેમનાં નામ જણાવીએ છીએ.

રવિચંદ્રન અશ્વિન

IPL 2018માં રવિચંદ્રન અશ્વિન પંજાબ કિંગ્સ સાથે જોડાયા હતા. ફ્રેન્ચાઇઝીએ તેમને કેપ્ટન પણ બનાવ્યા હતા. 2018 અને 2019ની સીઝનમાં ટીમ તેમના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી હતી. પરંતુ 2020ની સીઝન શરૂ થાય તે પહેલાં ફ્રેન્ચાઇઝીએ તેમને દિલ્હી કેપિટલ્સ સાથે ટ્રેડ કરી દીધા હતા.

- Advertisement -

સંજુ સેમસન

સંજુ સેમસન પણ IPLમાં કેપ્ટન હોવા છતાં ટ્રેડ થઈ ચૂક્યા છે. 2025ની સીઝનમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશિપ તેમના હાથમાં હતી. 2026ની સીઝન પહેલાં ફ્રેન્ચાઇઝીએ રવિન્દ્ર જાડેજા અને સેમ કરનના બદલામાં તેમને CSK સાથે ટ્રેડ કર્યા હતા.

ઋષભ પંત

લખનઉ સુપર જાયન્ટ્સે 2025ની સીઝન પહેલાં ઋષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા. તેમને ટીમના કેપ્ટન પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ બેટિંગની સાથે કેપ્ટનશિપમાં પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. 2026ની સીઝન પૂરી થયા બાદ તેઓ ટ્રેડ થઈને પોતાની જૂની ટીમ દિલ્હી કેપિટલ્સમાં ગયા હતા.

- Advertisement -
Share This Article