68 વર્ષીય મહિલાને સોશિયલ મીડિયા પર દોસ્તી કરવી પડી ભારે, 80 લાખની થઈ ઠગાઈ

Reena Brahmbhatt
2 Min Read

68 વર્ષીય મહિલાને પહેલા ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે, ત્યારબાદ વાત કરવાની પ્રક્રિયા શરૂ થાય છે. મહિલા જાળમાં ફસાઈ ગઈ છે અને તેની પાસેથી 80 લાખ રૂપિયા પડાવવામાં આવે છે.આજે સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સાથે કૌભાંડના નવા નવા કેસ સામે આવી રહ્યા છે. સ્કેમર્સ હવે વૃદ્ધ લોકોને નિશાન બનાવી રહ્યા છે. મુંબઈમાં એક મહિલા સાથે આઠ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર મહિલાને પહેલા સોશિયલ મીડિયા પર મિત્રતા કરીને જાળમાં ફસાવી હતી અને પછી તેની પાસેથી પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
facebook

મુંબઈમાં રહેતા 68 વર્ષીય ટ્યૂશન ટીચરને ફેસબુક પર કોઈ અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે છે. મહિલા તેને સ્વીકારી લે છે અને બંને વચ્ચે વાત કરવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. અજ્ઞાત વ્યક્તિ પોતાને બ્રિટિશ એરવેઝમાં પાઇલટ તરીકે વર્ણવે છે. તે પછી તે મહિલાને કહે છે કે તેણે તેના માટે ભેટ મોકલી છે. આ પછી, 30 મેના રોજ, મહિલાને એક કોલ આવ્યો હતો, જેમાં ફોન કરનારે પોતાને દિક્ષિતા અરોરા તરીકે વર્ણવી હતી અને કહ્યું હતું કે તે દિલ્હી કસ્ટમ્સમાં કામ કરે છે.દીક્ષિતા અરોરા મહિલાને કહે છે કે તેના નામે એક પાર્સલ આવ્યું છે. પરંતુ તેના માટે તેને 70 હજાર રૂપિયા આપવા પડશે. જે બાદ પીડિત મહિલા યુપીઆઈની મદદથી પૈસા મોકલે છે. દીક્ષિતા તેને કહે છે કે પાર્સલ તેમના નામે આવ્યું છે. તેમાં ૮૦ બ્રિટીશ પાઉન્ડ સ્ટર્લિંગ છે.જે ગેરકાયદેસર છે.વળી, દીક્ષિતા તેને 2.95 લાખ રૂપિયા આપવાનું કહે છે, નહીં તો ક્રાઈમ બ્રાન્ચ તેની ધરપકડ કરશે. આ સાંભળીને મહિલા ગભરાઇ જાય છે, અને તેને પૈસા મોકલે છે. 1 જૂનથી 10 જૂન સુધી ચાલેલા આ કૌભાંડમાં પીડિત મહિલા કુલ 8.15 લાખ રૂપિયા ટ્રાન્જેક્શન કરે છે જે વ્યક્તિ બ્રિટિશ એરવેઝમાં પોતાને પાઇલટ બતાવે છે તે પણ પીડિતાના મેસેજ અને કોલનો જવાબ આપતો નથી. પોલીસે આઈપીસીની કલમ 420 હેઠળ ગુનો નોંધી મામલાની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
Share This Article