લો કરો વાત ! એક ઓવરમાં 41, બે ઓવરમાં 61 રન બનાવી મેચ જીતી !

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 16 : ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. છેલ્લો દડો ફેંકાઈ ન જાય અને મેચ પૂરી ન થાય ત્યાં સુધી કયારે શું ઉલટફેર થઈ જાય કહેવાય નહીં. આવી જ એક રોમાંચક ટી-10 રમાઇ છે, જેમાં ઓસ્ટ્રિયાએ 1 ઓવરમાં 41 અને ર ઓવરમાં 61 રન ફટકારી અકલ્પનીય જીત મેળવી હતી.

Cricket ball GM

- Advertisement -

ઓસ્ટ્રિયા અને રોમાનિયા વચ્ચે ટી-10 મુકાબલામાં રોમાનિયાએ પહેલાં બેટિંગમાં આવતાં 10 ઓવરમાં 168 રનનો જુમલો ખડકયો હતો. રોમાનિયા મુકાબલો જીતી જશે તે 8 ઓવર સુધી નિશ્ચિત હતુ, પરંતુ ઓસ્ટ્રિયાએ છેલ્લી બે ઓવરમાં જીતવા જરૂરી 61 રન બનાવી લીધા અને એક દડો બાકી હતો ત્યારે લક્ષ્યાંક સિદ્ધ કર્યો હતો. 8 ઓવર વખતે ઓસ્ટ્રિયાનો સ્કોર 3 વિકેટે 107 હતો અને છેલ્લી બે ઓવરમાં 61 રનની જરૂર હતી. સુકાની ઈકબાલે 19 દડામાં અણનમ 7ર રન ફટકાર્યા હતા. ઈમરાન આસિફે 1ર દડામાં અણનમ રર રન બનાવ્યા હતા.

Share This Article