પરીક્ષા પછીથી લેવામાં આવશે, વિગતવાર સમયપત્રક જાહેર કરવામાં આવશે
સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આજે બુધવાર અને ગુરુવારે યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખી છે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ વર્તમાન ભારે વરસાદની સ્થિતિ અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુલતવી રાખવામાં આવેલી પરીક્ષાઓમાં અંડરગ્રેજ્યુએટ સપ્લિમેન્ટરી, અનુસ્નાતક, એમ.ફિલ અને પીએચડી પરીક્ષાઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષાઓ પછીથી લેવામાં આવશે અને વિગતવાર સમયપત્રક યુનિવર્સિટીની વેબસાઇટ અને નોટિસ બોર્ડ પર જાહેર કરવામાં આવશે.
પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને કોલેજો તેમના શૈક્ષણિક કાર્ય અંગે નિર્ણય લઈ શકે છે અને તેની જાણ યુનિવર્સિટી વહીવટીતંત્રને કરવાની રહેશે.

