Operation Sindoor : પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેતા ભારતીય સશસ્ત્ર દળોએ બુધવારે પાકિસ્તાનમાં આતંકીઓ વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને PoJKમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી સચોટ હુમલા કરાયા. બુધવારે સવારે થયેલા આ ઓપરેશન અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત ઘણા અન્ય નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું
ઓપરેશન સિંદૂર પર પોતાની પ્રતિક્રિયા આપતા રાહુલ ગાંધીએ લખ્યું કે, “મને મારી ભારતીય સેના પર ગર્વ છે.”
જયશંકરે દુનિયાને સંદેશ આપ્યો
આ હવાઈ હુમલાને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. આ મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વએ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવી જોઈએ.
ઓવૈસીએ કર્યું સ્વાગત
ઓવૈસીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું કે , “હું આપણા સંરક્ષણ દળો દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ પર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનું સ્વાગત કરું છું. પાકિસ્તાની ડીપ સ્ટેટને કડક પાઠ શીખવવો જોઈએ કે જેથી કરીને બીજી વખત પહલગામ જેવી ઘટના ક્યારેય ન બને. પાકિસ્તાનના આતંકવાદી માળખાને સંપૂર્ણપણે નાશ કરવો જોઈએ. જય હિન્દ!”
અખિલેશ યાદવ શું બોલ્યાં?
અખિલેશ યાદવે એક્સ પર ભારતીય સેનાના હવાઈ હુમલા અંગે પ્રતિક્રિયા આપતા લખ્યું કે “પરાક્રમો વિજયતે!”
ઉત્તરાખંડના સીએમએ કર્યા વખાણ
‘ઓપરેશન સિંદૂર’ અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ભારત માતા કી જય, આતંકવાદ વિરુદ્ધ ભારતનું #OperationSindoor, જય હિંદ!
રાજનાથ સિંહ અને યોગીએ સૈન્યની બહાદુરીને વધાવી
ઓપરેશન સિંદૂર પર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું ભારત માતા કી જય! દરમિયાન, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ઓપરેશન સિંદૂર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેના જવાબમાં તેમણે લખ્યું, “જય હિંદ… જય હિંદ કી સેના.”
એકનાથ શિંદેએ કરી ટ્વિટ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને શિવસેનાના નેતા એકનાથ શિંદેએ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “જય હિંદ! ઓપરેશન સિંદૂર!” મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ‘X’ પરની પોસ્ટમાં લખ્યું કે ‘ભારત માતા કી જય!’
આનંદ મહિન્દ્રાની ટ્વિટ
આનંદ મહિન્દ્રાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘અમારી પ્રાર્થનાઓ આપણા સૈન્ય દળો સાથે છે.’ એક રાષ્ટ્ર…આપણે બધા સાથે ઉભા છીએ.