Operation Sindoor : આતંકવાદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા, ભારતે મંગળવારે રાત્રે 1.30 વાગ્યે 9 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલાને ‘ઓપરેશન સિંદૂર’ નામ આપવામાં આવ્યું છે. આ ત્રણેય સેનાઓનું સંયુક્ત ઓપરેશન હતું. ભારતના શક્તિશાળી દળોએ પાકિસ્તાનમાં 4 સ્થળો અને પીઓકેમાં 5 સ્થળોને નિશાન બનાવ્યા છે.
પાકિસ્તાનમાં ઘૂસીને બહાદુર સેના
ભારતીય સેનાએ કુલ 9 ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. ભારતીય સેનાએ પુષ્ટિ કરી છે કે પાકિસ્તાની સૈન્ય સુવિધા પર નહીં પરંતુ આતંકવાદીઓના ઠેકાણા પર સફળ એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. એરસ્ટ્રાઈક બાદ ભારતીય સેનાએ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું છે, કે ‘ન્યાય થયો, જય હિન્દ’.
એરસ્ટ્રાઈકમાં તબાહ થાય આ 9 ઠેકાણાં
1. બહાવલપુર – આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 100 કિમી દૂર આવેલું, તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય મથક હતું, જેને ભારતીય સેના દ્વારા દ્વસ્ત કરવામાં આવ્યું છે.
2. મુરિદકે – આ આતંકવાદી ઠેકાણું આંતરરાષ્ટ્રીય સરહદથી 30 કિમી દૂર આવેલું છે. તે લશ્કર-એ-તૈયબાનો કેમ્પ હતો જે 26/11ના મુંબઈ હુમલા સાથે જોડાયેલો હતો.
3. ગુલપુર- આ આતંકવાદી ઠેકાણું LoC (પુંછ-રાજૌરી) થી 35 કિમી દૂર આવેલું છે.
4. લશ્કર કેમ્પ સવાઈ – આ આતંકવાદી ઠેકાણું પીઓકે તંગધાર સેક્ટરમાં 30 કિમી અંદર આવેલું છે.
5. બિલાલ કેમ્પ – જૈશ-એ-મોહમ્મદનું લોન્ચપેડ, આ ઠેકાણાનો ઉપયોગ આતંકવાદીઓને સરહદ પાર મોકલવા માટે કરવામાં આવતો હતો.
6. કોટલી – LoC થી 15 કિમી દૂર સ્થિત લશ્કર કેમ્પ. આ એક એવું ઠેકાણું હતું જેમાં 50 થી વધુ આતંકવાદીઓ હતા.
7. બરનાલા કેમ્પ- આ આતંકવાદી ઠેકાણું LoC થી 10 કિમી દૂર આવેલું હતું.
8. સરજાલ કેમ્પ- જૈશનું તાલીમ કેન્દ્ર સાંબા-કઠુઆની સામે આંતરરાષ્ટ્રીય સરહદથી 8 કિમી દૂર સ્થિત છે.
9. મેહમૂના કેમ્પ (સિયાલકોટ નજીક) – તે હિઝબુલ મુજાહિદ્દીનનો તાલીમ કેમ્પ હતો અને આંતરરાષ્ટ્રીય સરહદથી 15 કિમી દૂર સ્થિત હતો.