35 વર્ષના લાંબાગાળા બાદ ભારતમાં રમાશે એશિયા કપ
નવી દિલ્હી, તા. 29 : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને એક મોટી સફળતા મળી છે. બીસીસીઆઈને એશિયા કપ 2025ની મેજબાની મળી છે. ભારતની મેજબાનીમાં ગયો એશિયા કપ 1990-91મા રમાયો હતો. આ રીતે હવે 35 વર્ષ બાદ ભારતમાં ટુર્નામેન્ટ રમાશે. એશિયા કપ 2025 ટી20 ફોર્મેટમાં રમાશે.

એશિયા કપ ભારતમાં મળતા પાકિસ્તાનને મુશ્કેલી પડી શકે છે. હકીકતમાં એશિયા કપ 2023 પાકિસ્તાનની મેજબાનીમાં થવાનો હતો. ત્યારે ભારતીય ટીમ ન જવાના કારણે હાઈબ્રિડ મોડેલ સાથે શ્રીલંકા સાથે સંયુક્ત મેજબાનીમાં મેચ રમાયા હતા. તેવામાં હવે પાકિસ્તાન પણ એશિયા કપ 2025માં ભારતમાં રમવાથી ઈનકાર કરી શકે છે. એશિયા કપ 2025 બાદ 2027ની ટુર્નામેન્ટ બંગલાદેશની મેજબાનીમાં થવાની છે. બંગલાદેશમાં રમાનારી ટુર્નામેન્ટ વનડે ફોર્મેટમાં થશે. એસીસી દ્વારા જારી ટેન્ડર અનુસાર આગયમી બન્ને પુરૂષ એશિયા કપમાં 13-13 મેચ થશે. આ સાથે બન્ને સીઝનમાં 6-6 ટીમ સામેલ થશે.

