અમેરિકા: કેલિફોર્નિયામાં ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી, અસર લોસ એન્જલસ સુધી વર્તાઈ

Reena Brahmbhatt
1 Min Read
A simple drawing of a Yellow detached house

અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતમાં સોમવારે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

સેક્રામેન્ટો, 30 જુલાઈ. અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતમાં સોમવારે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લોસ એન્જલસ સુધી ભૂકંપની અસર જોવા મળી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.9 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્ર બારસ્ટો નજીક હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

9KZJushR earth quake

યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપ સ્થાનિક સમય અનુસાર બપોરે 1 વાગ્યે શરૂ થયો હતો. તેનું કેન્દ્ર જમીનથી પાંચ માઈલ નીચે હતું. સેન બર્નાર્ડિગો કાઉન્ટી સિવાય લોસ એન્જલસ, કેર્ન, રિવરસાઇડ અને ઓરેન્જ કાઉન્ટીમાં ભૂકંપની અસર જોવા મળી હતી. આ સ્થળોએ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 અને 2.7 માપવામાં આવી હતી.

- Advertisement -
Share This Article