વિરાટ શ્રીલંકામાં ટીમ સાથે જોડાયો

Reena Brahmbhatt
1 Min Read

કોલંબો, તા. 30 : પરિવાર સાથે લાંબા વેકેશન પર લંડન ગયેલો વિરાટ કોહલી અંતે નવા કોચ ગૌતમ ગંભીરની અપીલ બાદ વેકેશન પૂરું કરી શ્રીલંકા વિરુદ્ધ ર ઓગસ્ટથી શરૂ થતી વન-ડે શ્રેણી રમવા શ્રીલંકા પહોંચી ટીમ સાથે જોડાઈ ગયો છે. ટી-ર0 વિશ્વકપની ફાઇનલ બાદ વિરાટ તુરંત પરિવાર સાથે લંડન પહોંચી ગયો હતો.

virat kohli anushka

- Advertisement -

અગાઉ એવી ચર્ચા હતી કે તે શ્રીલંકા વિરુદ્ધ વન ડે શ્રેણી રમવા ઈચ્છુક નથી અને વિરામ લેવા માગે છે પરંતુ કોચ ગંભીરે તેને વન ડે શ્રેણી રમવા સમજાવ્યો હતો. આશરે એક મહિનાના બ્રેક બાદ વિરાટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. મંગળવારે રાત્રે તે કોલંબો એરપોર્ટે પહોંચ્યો હતો.

Share This Article