અંબાજી મંદિરમાં 51 શક્તિપીઠ મહોત્સવના નામે ભાજપનું કૌભાંડ

Reena Brahmbhatt
5 Min Read

By Dilip patel

મુખ્ય પ્રધાન, પ્રધાનો, ધારાસભ્યોને રૂ. 1750ની ડીશ અને રૂ. 720ની ચાની પ્યાલી, ધર્મના સ્થાનો ભ્રષ્ટ કરતો ભાજપ

- Advertisement -

અમદાવાદ 27 ઓગસ્ટ 2024
કલેકટર બનાસકાંઠા અને સરકારે ચૂકવવાના રૂપિયા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે ચુકવ્યા હતાં. એક તરફ 51 શક્તિપીઠમાં માતાજીને થાળ ધરાવવામાં આવતો નથી અને બીજી તરફ સરકારી નેતાઓની અને અધિકારીઓની લાખોની જયાફતમાં માતાજીના નામે ભ્રષ્ટાચાર કરતાં ભારતીય જનતા પક્ષના નેતાઓ અને અધિકારીઓ.

અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવેલુ હતું. 12મીથી 16મી ફેબ્રુઆરી સુધી મોટી સંખ્યામાં માઇ ભક્તો આ પરિક્રમામાં હાજર રહ્યા હતા.

- Advertisement -

ambaji

ઉપરોક્ત કાર્યક્રમની અંદર મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને તેમના 12 પ્રધાન અને 22 ધારાસભ્યો હાજર રહ્યા હતા. તેઓના માટે ચા નાસ્તા તથા જમવાની વ્યવસ્થા પેટે કુલ રૂ. 11 લાખ 12 હજાર 325 દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચૂકવાયા હતા. ધર્મના અને દાનના પૈસાનો ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો હતો.

- Advertisement -

જમવાનો ખર્ચ કલેક્ટર બનાસકાંઠાના અંડરમાં નાયબ ચૂંટણી કલેક્ટરે તેના ટેન્ડર મંગાવ્યા હતા. પરંતુ ત્યારબાદ કલેક્ટરએ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને આદેશ કરીને બિલ ચૂકવવા કહેલુ હતું.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટને લાખો શ્રદ્ધાળુ પોતાની આસ્થાથી દાન આપી રહ્યા છે પરંતુ તેમના દાનનો આ પ્રમાણે દૂર ઉપયોગ થઈ રહ્યો છે. ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.

16 માર્ચ 2024ના રોજ ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી હતી. પરંતુ એ પેહલા આ સમયગાળામાં કોઈ ચૂંટણીઓ ન હતી છતાં તે પહેલા નાયબ ચૂંટણી અધિકારીએ ચૂંટણી પંચના લેટરપેડ ઉપર પ્રકારનો વર્ક ઓર્ડર આપેલો હતો.

ચૂંટણી પંચના ખર્ચ હોય તો એ કેન્દ્રનું ચૂંટણી પંચ અથવા ગુજરાતનું ચૂંટણી પંચ ચૂકવે છે. આતો ભાજપનું ખર્ચ હતું. પંચના લેટર પેડનો દુર ઉપયોગ કરીને ચૂંટણી પંચ બીલ અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટને કંઈ રીતે મોકલી શકે?

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ બિલ મંજૂર કરે એનું એક જ કારણ જીલ્લા ચૂંટણી અધિકારી હોદ્દાની રુએ બનાસકાંઠા કલેકટર અને અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન પણ હોદ્દાની રુએ પણ બનાસકાંઠા કલેક્ટર એટલે માતાજીના નામે કલેકટરે ભ્રષ્ટાચાર કર્યો હતો.

તેથી અંબાજી મંદિરનો વહીવટ સરકાર પાસેથી લઈને હિંદુઓને સોંપી દેવા વર્ષોથી માંગણી છે.

મંજુર કરેલ ભાવ રૂપિયા
હાઈ ટી (ગબ્બર ખાતે) એક કપના રૂ. 360
હાઈ ટી (સર્કિટ હાઉસ ખાતે) એક કપના રૂ. 360
ભોજન ખર્ચ એક થાળીના રૂ. 1704

14 ફેબુ્રઆરી 2024ના દિવસે ચૂંટણી પંચના લેટર પેડ પર (ELECTION URGENT) ચુંટણી અધિકારી દ્વારા વર્ક ઓડર આપવામાં આવ્યો હતો.

15 ફેબુ્રઆરી 2024ના દિવસે
રૂ. 720ની એક કપચા તથા 1745નું ભોજન નેતાઓએ આરોગ્યું હતું.

16 ફેબ્રુઆરી 2ઔ24ના રોજ જિલ્લા ચુંટણી અધિકારીને કોન્ટ્રાકટરે રૂ. 11 લાખ 33 હજાર 924નું બિલ મોકલવામાં આવ્યું હતું.

4 મહિના પછી
28 જૂન 2024ના રોજ દેવસ્થાન ટ્રસ્ટે કલેકટર અને ટ્રસ્ટના ચેરમેનની સૂચનથી બિલ ચૂકવવા આદેશ કર્યો

વિધાનસભાનાં અધ્યક્ષ શંકર ચૌધરી આ બધા VVIP ને આમંત્રણ આપીને અંબાજી લાવ્યા હતા. તો આ બધા અધ્યક્ષના મહેમાનો હતા. તો આ ખર્ચ ખરેખર આસ્થા અને શ્રદ્ધાથી ભકતોના આવેલાં દાનના નાણાંથી ખર્ચવાને બદલે અધ્યક્ષે પોતાના નાણાં આપવાં જોઈએ અથવા સરકારમાંથી નાણા અપાવવા જોઈએ. આમ ભાજપના નેતાએ માતાજીના પૈસાથી ભ્રષ્ટાચાર કર્યો હતો.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવને પણ આ બિલની નકલ મોકલવામાં આવેલી છે. દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ ભાવિક ભક્તજનોએ આપેલા દાનના નાણાંનો દૂર ઊપયોગ કરે છે. અગાઉ પણ ધર્મના નામે ભાજપના ભ્રષ્ટાચાર બહાર આવ્યા છે.

શક્તિપીઠ અંબાજી ખાતે મુખ્યમંદિર સિવાય બીજા 61 મંદિરો (51 શક્તિપીઠ સહિત) દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવે છે. જેની મુર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરવામાં આવી છે. 51 શક્તિપીઠ મંદિરોનું લોકાર્પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવેલ હતું.

કોરોના પહેલા માતાજીને વિધિવત રીતે ભોજન થાળ ધરાવવામાં આવતો હતો. પરંતુ કોરોના દરમિયાન મહામારીના બહાને ઉપરોક્ત રાજભોગ થાળ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરી દેવામાં આવેલ હતો. ત્યારબાદ માઇભક્તોની વારંવાર રજૂઆત બાદ પણ આ રાજભોગ ધરાવવા માટેના શાસ્ત્રોક્ત વિધિ વિધાન હજુ પણ શરૂ કરવામાં આવેલ નથી.

સનાતન ધર્મી સમાજ, સંસ્થા અને માઇભક્તો તથા સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કર્યા પછી માત્ર 80 ગ્રામ મોહનથાળનું ચોસલું ધરાવવાનું ચાલુ કરવામાં આવેલ છે. એકપણ મંદિરોમાં માતાજીને થાળ કે રાજભોગ ધરાવવામાં આવતો નથી. શાસ્ત્રોક્ત વિધીવિધાન મુજબ પ્રાણપ્રતિષ્ઠા કરેલી મુર્તિઓને જીવંત ગણી તેમને થાળ ધરાવવો ફરજીયાત હોય છે. પરંતુ 51 શક્તિપીઠ મંદિરમાં થાળ તો ઠીક માતાજીના વસ્ત્રો અને શણગાર પણ નિયમિત બદલવામાં આવતા નથી.

આમ ભાજપના નેતાઓ હિંદુઓના ધર્મનું અપમાન કરી રહ્યા છે.

પેટા મંદિરોમાં પ્રસાદ તરીકે રેવડી સિંગ સાકર ધરાવી માતાજીને શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પ્રસાદ ભોગ ધરાવવાનું તેમજ પરિસ્થિતિ અંકુશમાં આવ્યા બાદ પુનઃ ખાતાના થાળ/રાજભોગ ચાલુ કરવાનું જણાવેલ હતું પરંતુ હજી સુધી અપમાનિત કરવામાં આવે છે. કોઈ નિર્ણય લેવાયેલ નથી.

મુખ્યમંત્રી અને ધારાસભ્યોને જમવાની થાળી અને ચાની ચૂસકી ધર્મપ્રેમી જનતાએ આપેલા દાનના રૂપિયાથી ચૂકવવામાં આવે છે. હેમાંગ મહિપતરામ રાવલે આ બાબતને વખોડી નાંખી છે.
allgujaratnews.in/gj

Share This Article