લખનૌમાં ઈમારત તૂટી પડતાં પાંચ મોત ; 24 ઘાયલ

Reena Brahmbhatt
1 Min Read
Lucknow, Sept 07 (ANI): NDRF and Police personnel conduct a rescue operation after a building collapsed at Transport Nagar, in Lucknow on Saturday. (ANI Photo)

લખનૌ, તા.7 : લખનૌના ટ્રાન્સપોર્ટ નગરમાં ત્રણ માળની ઈમારત તૂટી પડતાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયાં હતાં અને 24ને ઈજા પહોંચી છે. હજુ પણ અનેક લોકો ઈમારતના કાટમાળ હેઠળ દબાયેલા હોવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. સીએમ યોગી આદિત્યનાથે અધિકારીઓને બચાવ રાહત કાર્ય અંગે તાકીદ કરી હતી. ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો જેમાં દેખાઈ રહ્યું હતું કે ઈમારત કડડડભૂસ થઈને નીચે ઊભેલી ટ્રક પર પડી હતી. ઘટના બાદ વિસ્તારમાં ભારે ભય ફેલાયો હતો.

building collapse

- Advertisement -
Share This Article