પેજર વિસ્ફોટમાં ભારતીયનું નામ ખૂલ્યું

Reena Brahmbhatt
1 Min Read

પેજર વિસ્ફોટમાં ભારતીયનું નામ ખૂલ્યું

નવી દિલ્હી, તા. 21 : લેબેનોનમાં થયેલા પેજર વિસ્ફોટમાં ભારતીય મૂળના 37 વર્ષીય નાગરિક રિનસન જોસનું નામ સામે આવ્યું છે. ત્રણ હજાર પેજર્સમાં ભીષણ વિસ્ફોટ?થયા હતા. એક અહેવાલમાં દાવો કરાયો છે કે, હિઝબુલ્લાહને પેજર્સ પૂરા પાડનારી કંપનીનું નામ નાર્ટો ગ્લોબલ છે.

- Advertisement -

terror pager

આ કંપનીનો માલિક રિનસન જોસ છે, જેનો જન્મ કેરળના વાયનાડમાં થયો હતો. અહેવાલમાં એવું પણ જણાવાયું છે કે, લેબેનોનમાં પેજર વિસ્ફોટ થયા પછીથી રિનસને પોતાના પરિવાર સાથે વાત કરી નથી. તેના પિતાએ જ પોલીસને કહ્યું હતું કે, પુત્ર રિનસન દરરોજ ફોન કરતો, પરંતુ છેલ્લા ઘણા દિવસથી તેનો ફોન આવ્યો નથી. રિનસન એમબીએ કર્યા પછી નોર્વે ચાલ્યો ગયો હતો. તે છેલ્લીવાર નવેમ્બર-2023માં વાયનાડ સ્થિત પોતાનાં ઘરે આવ્યો હતો.

- Advertisement -

એવું જાણવા મળે છે કે, રિનસન જોસ અત્યારે અમેરિકામાં છે અને તેની નાર્ટો ગ્લોબલ લિ. ઇઝરાયલ દ્વારા ઊભી કરાયેલી બનાવટી કંપની હોઇ શકે છે. બીજી તરફ બલ્ગેરિયાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ ભારતીય મૂળના રિનસનને ક્લીનચીટ આપતાં કહ્યું હતું કે, દેશમાંથી જોસ અને તેની નાર્ટો ગ્લોબલનું કોઇ શિપમેન્ટ ગયું જ નથી

Share This Article