સુરતઃ પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરે કાઉન્ટિંગ હોલ અને સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
સુરત લોકસભાની ચૂંટણી 7મી મેના રોજ પૂર્ણ થયા બાદ, 4530 મતદાન મથકોના EVMને ઇચ્છાનાથ સ્થિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સુરત (SVNIT) ખાતે સાત અલગ-અલગ વિધાનસભા મતવિસ્તારો માટે રિટર્નિંગ ઓફિસર દ્વારા સ્થાપિત સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે. આ પછી 4 જૂને મતગણતરી દરમિયાન તેને કાઉન્ટિંગ હોલમાં લાવવામાં આવશે.
સુરત જિલ્લા કલેક્ટર અને સુરત શહેર પોલીસ કમિશનર બંને અધિકારીઓએ SVNITના કાઉન્ટિંગ હોલના સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. સાત વિધાનસભા મતવિસ્તારના મતગણતરી હોલમાં ઉમેદવારો અને ઉમેદવારોના એજન્ટો માટે એન્ટ્રી-એક્ઝિટ વ્યવસ્થાની ચકાસણી કરી હતી.
મતગણતરી સમયે સ્ટ્રોંગ રૂમમાંથી કાઉન્ટિંગ હોલ સુધી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન લાવવાની વ્યવસ્થાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સ્થળ અતિસંવેદનશીલ હોવાથી સીસીટીવી કેમેરા અને પોલીસ દ્વારા કડક તકેદારી રાખવા ખાસ સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત લાઈવ વિડીયોગ્રાફી અને વેબકાસ્ટીંગની પણ ચકાસણી કરવામાં આવી હતી. મીડિયા રૂમ, કંટ્રોલ રૂમ અથવા
