કાળા મરીમાં રહેલા ઔષધીય ગુણો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

Reena Brahmbhatt
3 Min Read

કફ, શરદી, ઉધરસ બધાનો બાપ છે આ નાનકડો દાણો! નિયમિત સેવનથી દૂર થશે ડિપ્રેશન
ખાસ કરીને શિયાળાની સિઝનમાં ઠંડીના ચમકારાને કારણે અનેક પ્રકારની તકલીફો ઉભી થતી હોય છે. જેમાં શરદી, ઉધરસ, કફ સહિતની બીમારીઓનો સમાવેશ થાય છે. આવી તકલીફોથી બચવા શું કરવું જાણો આ અહેવાલમાં…

તમારા રસોડામાં હાજર કાળા મરી મસાલાનો ભાગ નથી, પરંતુ તેમાં રહેલા ઔષધીય ગુણો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે લોકો કોરોના મહામારીથી બચવા માટે પણ નિયમિત કાળા મરીનું સેવન કરતા હતા. કાળા મરીનું સેવન કરવાની ઘણી રીતો છે. તમે તેને સંપૂર્ણ અથવા મસાલા સાથે ખાઈ શકો છો. એક રિસર્ચ અનુસાર કાળા મરીનું સેવન કરવાથી તમને ઘણી ગંભીર સમસ્યાઓથી રાહત મળે છે. કાળા મરી અથવા મરી (પાઇપર નિગ્રામ ) એ પાઇપેરેસેઈ પ્રજાતિનો બારમાસી વેલો છે, જે તેના ફળ માટે ઉગાડવામાં આવે છે, સામાન્ય રીતે તેને સૂકવીને તેજાનો કે ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

- Advertisement -

વેઈટ લોસઃ
વજન ઉતારવામાં ઉપયોગી એક ચપટી મરીને ગ્રીન ટીમાં ભેળવીને દિવસમાં બેથી ત્રણ વાર પીવો. તેનાથી વધારાની ચરબીને તૂટે છે. શરીરના મેટાબોલિઝ્મમાં સુધારો થાય છે.

ઉધરસ અને શરદી-
જેમ જેમ હવામાન બદલાય છે તેમ તેમ લોકોને શરદી અને ઉધરસ જેવી સમસ્યા સામાન્ય બની જાય છે. આ દિવસોમાં, લોકો સામાન્ય ફ્લૂથી પણ ડરી જાય છે. આવી સ્થિતિમાં આ બધી સમસ્યાઓથી બચવા માટે કાળા મરીના પાવડરને મધમાં ભેળવીને ખાઓ.

- Advertisement -

હતાશા અને તાણ-
આજકાલ આપણા સમાજમાં યુવાનો દરેક નાની-મોટી બાબતમાં હતાશ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કાળા મરી એ યુવાનો માટે રામબાણ છે. કાળા મરીમાં પાઈપરિન હોય છે. તેમાં એન્ટી ડિપ્રેસન્ટ ગુણ હોય છે.

રોગપ્રતિકારક શક્તિનાં વધારો-
કોરોના પછી મોટાભાગના લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ છે. આવી સ્થિતિમાં, તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, કાળા મરીને ગરમ પાણીમાં ઉકાળીને પીવાથી ફાયદો થાય છે.

- Advertisement -

પેટ સંબંધિત સમસ્યાઓથી રાહત મળશે-
જો તમે લાંબા સમય સુધી તમારા સ્વાસ્થ્યને જાળવી રાખવા માંગો છો, તો તમારે પહેલા તમારા પેટને સ્વસ્થ રાખવું પડશે. પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ, અપચો, કબજિયાત આજના સમયમાં સામાન્ય બની ગઈ છે. આવી સ્થિતિમાં, આ રોગોથી રાહત મેળવવા માટે, તમે કાળા મરીના પાવડરમાં મધ મિક્સ કરીને પીવાથી ફાયદો થાય છે.

ઉપયોગ કેવી રીતે કરવો?
સલાડમાં એક ચમચી મીઠાની સાથે મરી પાઉડર પણ ભભરાવી શકો છો. તળેલાં બટાટા કે તેની ચિપ્સ પર ચપટીભર મરી પાઉડર ભભરાવીને ખાવો.
જ્યારે તમે કોઈ પણ સૂપ બનાવો ત્યારે તેનો સ્વાદ વધારવા માટે તેમાં થોડા મરી ઉમેરો. તેનાથી તમને શરદીમાં રાહત થશે અને સ્વાદ પણ વધશે.
ફ્રાઈડ રાઈસમાં સ્વાદ વધારવા વઘારમાં મરી ઉમેરો.
તાજા મરી પાઉડરને કોઈ પણ વસ્તુમાં નાખી શકાય છે. સલાડ, સૂપથી લઈને પાસ્તા અને છાશમાં પણ મરી પાઉડરનો ઉપયોગ કરી શકાય છે.

Share This Article