લીફ્ટ અકસ્માત બાદ સરકાર દ્વારા મારવામાં આવેલ સીલ હોટેલ માલિકે તોડીને લીફ્ટ જાતે ચાલુ કરી દીધી, જાગૃત નાગરિકની રેડમાં પોલ ખુલી, FIR નોંધવા માંગ.

Reena Brahmbhatt
4 Min Read

By Dilip patel

તા.-૧૧.૧૦.૨૦૨૪ ના રોજ સહાયક વિદ્યુત નિરીક્ષક, સુરત દ્વારા ટેક્સ પ્લાઝો હોટલની લીફ્ટમાં મારવામાં આવેલ પેપર સીલ હોટલ માલિકે જાતે તોડીને હોટલ લીફ્ટ ચાલુ છે. એસ.જે. હૈદર, IAS, અધિક મુખ્ય સચિવ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા મુખ્ય વિદ્યુત નિરીક્ષકશ્રી ગાંધીનગર ફરિયાદ કરીને જાગૃત નાગરિક સંજય ઇઝાવા.

- Advertisement -

તા.-૨૯/૦૮/૨૦૨૪ ના રોજ સાંજના ૪ કલાકે કેરાલા રાજ્યમાંથી આવેલ રનજીતબાબુ નામના વ્યક્તિ એમના પત્ની સાથે સુરત ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલ “ટેક્સ પ્લાઝો હોટલમાં” સાતમાં માળે રૂમ રાખીને કાપડની ખરીદી માટે સુરત રોકાયેલ હતા. તા.-૨૯/૦૮/૨૦૨૪ ના રોજ સાંજના ૧૮/૩૦ વાગ્યાનાં સમયે રનજીતબાબુએ નાહવાનો સાબુ તથા બીજી અન્ય ચીજ વસ્તુઓ ખરીદવા માટે રૂમની બહાર લીફ્ટ પાસે આવી લીફ્ટનું બટન દબાવતા અને લીફ્ટ આવી ગઈ એવો એહસાસ થયા પછી લીફ્ટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા દરવાજો ખુલી ગયો હતો, અને રનજીતબાબુએ અંદર પ્રવેશી જતા સાતમા માળેથી નીચે લીફ્ટના પેસેજમાં પડતા શરીર અને માથાંના ભાગે ગંભીર ઈજા થતા મૃત્યુ થયું છે. કારણ કે લીફ્ટ સાતમા માળે ઉભી રહેવાની જગ્યાએ ઉપર ચાલી ગઈ હતી અને સાતમા માળનો દરવાજો લીફ્ટ ન હોવા છતાં ખુલી જતા લીફ્ટ છે એવું સમજીને રેનજીતબાબુએ અંદર પ્રવેશવાની કોશિશ કરતા નીચે પડી ગયેલ હતા તેવું જણાઈ આવેલ છે.
સદર હોટલને લીફ્ટ વપરાસ અંગે નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષકશ્રીની કચેરીમાંથી લીફ્ટ લાઇસન્સ આપવામાં આવેલ નથી. અને સદર હોટલમાં લીફ્ટ વપરાસ અંગે છેલ્લા કેટલાક વખતોથી લીફ્ટ લાઇસન્સ રીન્યુ કરવામાં આવેલ પણ નથી. ઓગસ્ટ મહિનામાં થયેલ લીફ્ટ અકસ્માત પછી ટેક્સ પ્લાઝો હોટલ કાયદાનો જાણી જોઇને ભંગ કરવામાં આવેલ હોવાથી તા.-૧૧.૧૦.૨૦૨૪ ના રોજ સહાયક વિદ્યુત નિરીક્ષકશ્રી, સુરત દ્વારા “ટેક્સ પ્લાઝો હોટલ”ના બંને લીફ્ટના ગ્રાઉન્ડ ફ્લોર પરના બંને દરવાજામાં પેપર સીલ મારી લીફ્ટ ઉપયોગ કરવામાંથી પ્રતિબંધિત કરવામાં આવેલ છે.
ટેક્સ પ્લાઝો હોટલના બંને લીફ્ટ સીલ મારવામાં આવેલ હોવાની વાત સાંભળી જાગૃત નાગરિક સંજય ઇઝાવા દ્વારા તા.-૧૪.૧૧.૨૦૨૪ ના રોજ “ટેક્સ પ્લાઝો હોટલ”માં ચકાસણી કરવા જતા બંને લીફ્ટ કાર્યરત જોવા મળી હતી. સંજય ઇઝાવા દ્વારા બંને લીફ્ટના વિડીઓગ્રાફી કરીને મુખ્ય વિદ્યુત નિરીક્ષકશ્રી, ગાંધીનગર અને નાયબ મુખ્ય વિદ્યુત નિરીક્ષક, દક્ષીણ ઝોન, વડોદરાને વોટ્સએપ દ્વારા મોકલી આપીને અને સહાયક વિદ્યુત નિરીક્ષકશ્રી, સુરતને ટેલીફોનીક ફરિયાદ કરવામાં આવેલ છે.

સદર ફરિયાદ બાદ અને લીફ્ટ સીલ માર્યાના ૩૩ દિવસ બાદ સ્થળ નિરીક્ષણમાં આવેલ સહાયક વિદ્યુત નિરીક્ષકશ્રી વિનોદ ગામીત તથા અન્ય એક ઈલેક્ટ્રીકલ સબ ઇન્સપેકટર દ્વારા નિરીક્ષણ કરતા “ટેક્સ પ્લાઝો હોટલ”ના લીફ્ટ પર તા.-૧૧.૧૦.૨૦૨૪ ના રોજ મારવામાં આવેલ પેપર સીલ દરવાજા પર દેખાઈ આવેલ નથી, અને પેનલ રૂમમાં સ્વીચમાં પેપર સીલ મારવામાં આવેલ હોવા છતાં લીફ્ટ ચાલુ કંડીશનમાં હતી. એટલે બંને જગ્યાએ સીલ તોડીને હોટેલ વાળા લીફ્ટ ચાલુ કરીને હોટેલ અને રેસ્ટોરેન્ટ ચાલુ રાખવામાં આવેલ છે.

- Advertisement -

તા.-૧૪.૧૧.૨૦૨૪ ના રોજ સ્થળ નિરીક્ષણમાં આવેલ સહાયક વિદ્યુત નિરીક્ષકશ્રી વિનોદ ગામીત તથા અન્ય એક ઈલેક્ટ્રીકલ સબ ઇન્સપેકટ દ્વારા ફરી આ બંને ફરીથી લીફ્ટ સીલ મારવામાં આવેલ છે. સહાયક વિદ્યુત નિરીક્ષકશ્રી વિનોદ ગામીત તથા અન્ય એક ઈલેક્ટ્રીકલ સબ ઇન્સપેકટની ગંભીર બેદરકારી પણ આ વિડીઓ માં દેખાઈ આવે છે.

સરકારશ્રી દ્વારા પ્રતિબંધિત કરીને સીલ મારવામાં આવેલ લીફ્ટ, સીલ તોડીને ફરી કાર્યરત કરવાની ગંભીર ગુનો “ટેક્સ પ્લાઝો હોટલ”ના માલિક, મેનેજર, તથા લીફ્ટ મેન દ્વારા કરવામાં આવેલ હોવાથી આ ગુના સામે આ ત્રણે આરોપી સામે સમાજમાં દાખલો બેસે તેમ ભારતીય નાગરિક સંહિતાના અલગ-અલગ કલમો હેઠળ FIR નોંધવા તથા અન્ય કાયદાકીય કાર્યવહી કરવા જાગૃત નાગરિક દ્વારા અપીલ કરી છે

- Advertisement -
Share This Article