વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમ શું છે ? વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો માટે ખુબ જ કામની છે આ Scheme

Reena Brahmbhatt
2 Min Read

See The One Nation One Subscription Scheme :વન નેશન વન સબસ્ક્રિપ્શન સ્કીમ શું છે: વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંશોધકો… તમારા બધા માટે સારા સમાચાર છે. ભારત સરકારે એક એવી પહેલ કરી છે જેનાથી તમારા ઘણા પૈસા બચશે. કેન્દ્ર સરકારે વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજનાને મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે વિદ્યાર્થીઓ માટે ‘વન નેશન વન સબસ્ક્રિપ્શન’ (ONOS)ને લીલી ઝંડી આપી દીધી છે. આ યોજનાનો અમલ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંશોધકોને ખૂબ મદદરૂપ થશે.

આ યોજના પર અંદાજે 6,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. આ યોજના દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે શું સંશોધન થઈ રહ્યું છે તેની માહિતી માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ થશે. કેન્દ્ર સરકારે હાલમાં આ નવી યોજનામાં 30 મોટા આંતરરાષ્ટ્રીય જર્નલ પ્રકાશકોને સામેલ કર્યા છે. કેન્દ્ર સરકાર આ પ્રકાશકોને સીધી ચૂકવણી કરશે.

- Advertisement -

ONOS સભ્યપદ કેવી રીતે મેળવવું?
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) માં દેશના સંશોધન ઇકોસિસ્ટમમાં મોટા ફેરફારોની ભલામણ કરવામાં આવી હતી. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે છેલ્લા કેટલાક દિવસોમાં આ બીજી મોટી યોજના લાગુ કરી છે. હવે વિદ્યાર્થીઓ સરળ ડિજિટલ પ્રક્રિયા દ્વારા સંશોધન લેખો અને જર્નલ પ્રકાશનો વાંચી શકશે.

વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજનાનો લાભ કેન્દ્ર અથવા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારની સંશોધન અને વિકાસ સંસ્થાઓના સંચાલન હેઠળની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સંશોધકોને ઉપલબ્ધ થશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર, કેન્દ્રીય એજન્સી, માહિતી અને પુસ્તકાલય નેટવર્ક (INFLIBNET) દ્વારા સભ્યપદ આપવામાં આવશે. આપવામાં આવેલી માહિતી અનુસાર, આ લાભ 1 જાન્યુઆરી, 2025થી મેળવી શકાશે.

- Advertisement -

સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, આ ONOS યોજના દેશની 6300 સરકારી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 1.8 કરોડ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંશોધકો માટે ગેમ ચેન્જર સાબિત થશે. ખાસ કરીને ટિયર 2 અને ટાયર 3 શહેરોના વિદ્યાર્થીઓને મોટો ફાયદો મળી શકે છે

Share This Article