Reena Brahmbhatt ઘરમાં પોતું કરવા,

newzcafe
11 Min Read

હજુ કેટલા પાંગળા બનવું છે. વિકાસ વાંઝિયો હોય છે તે ન ભૂલો


હજુ કેટલા પાંગળા બનવું છે. વિકાસ વાંઝિયો હોય છે તે ન ભૂલો 


by : Reena Brahmbhatt 


ઘરમાં પોતું કરવા, વાસણ માંજવા, સર્વ કરવા રોબોર્ટ હવે ઉપલબ્ધ થશે…કેવા લાગ્યા સમાચાર..કેટલીય ગૃહિણીઓ, હોટેલ માલિકો અને કારખાનેદારો ને આવા સમાચાર સાંભળી ખુશી થશે કે હાશ ચાલો કોઈ લમણાંઝીક નહીં.બટન દબાવી હુકમ કરો બસ પત્યું..અને વાતમાં દમ પણ છે.પરંતુ તેની સાઈડ ઇફેક્ટ વિષે કોણ વિચારે છે.આપણેને તો સુતા સુતા મોં માં કોઈ કોળિયા મૂકે તો પણ આવી સર્વિસ લેનારા લોકો મળી જાય.કેમ કે આજે લોકોને ઐયાસી અને મોજમઝા જોઈએ છે.એથિક્સ કે નૈતિકતા કે ફ્યુચર કે તેના સાઈડ ઇફેક્ટ્સ વિષે વિચારવા કોઈ જ તૈયાર નથી.આ જ સ્થિતિ ઓનલાઇન શોપિંગની છે.લોકો રોજગારી અને મોંઘવારીનું વિચાર્યા વગર પોતાની આસપાસના અને પોતાના વેપારીઓને જ બેરોજગાર કરે છે.મતલબ કે આગળનું કઈ જ નહીં વિચારવાનું.અને વળી ભાઈ આ બધો છે તો આખરે વિકાસ જ ને..વિકાસ તો વાંઝિયો હોય છે.પછી તેના માટે શું વિચારવાનું..પરંતુ યાદ રાખજો વગર વિચાર્યા પગલાં તમને ભારે મુસીબતમાં મૂકી શકે છે.એટલે કંપનીઓ તો રોબોર્ટ બનાવે પણ આને જ જો તેનો ઉપયોગ લિમિટેડ કરીયે તો..રોબોર્ટ કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સી  આગામી સમયમાં માનવજાત પાર શું અસર કરવાની છે તે વાંચો દિગ્ગ્જ્જો ના મોં એ જ ..


– ટેક્નોલોજી કંપનીના દિગ્ગજોએ એવો સવાલ કર્યો છે કે તમામ કામોને ઓટોમેશન પર નાંખી દઈશું તો ૩૦ કરોડ નોકરીઓ જોખમાશે


– ટેક દિગ્ગજોએ સવાલ કર્યો છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે સામાન્ય કામોમાં પણ લોકોની બરાબરી કરી રહ્યું છે ત્યારે આપણે આપણી જાતને સવાલ કરવો જોઈએ કે, આપણે મશીનોને આપણી ઈન્ફર્મેશન ચેનલોમાં કુપ્રચાર માટેની સામગ્રી અને ખોટી માહિતી ભરવા દેવી જોઈએ ? ટેક દિગ્ગજોએ એવો સવાલ પણ કર્યો છે કે, આપણે તમામ કામોને ઓટોમેશન પર નાંખી દેવા જોઈએ ? આપણે એવાં નોન-હ્યુમન મગજ વિકસાવવાં જોઈએ કે જે આપણું સ્થાન લઈ શકે ? 


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અત્યારે ‘ઈન થિંગ’ એટલે કે ચલણી વિષય ગણાય છે. યંગ જનરેશન એઆઈ પાછળ ભાગી રહી છે અને એઆઈમાં કારકિર્દી બનાવીને સારા ભવિષ્યના સપનાં જુએ છે પણ ટેકનોલોજી સેક્ટરના દિગ્ગજો એઆઈને વિશ્વ માટે ખતરનાક ગણાવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ વિશ્વની ટોચની ઈન્વેસ્ટમેન્ટ બેંકર ફર્મ ગોલ્ડમેન સાક્સનો રિપોર્ટ આવેલો. આ રીપોર્ટમાં આગાહી કરાઈ હતી કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દુનિયામાં ૩૦ કરોડ નોકરીઓનો ભોગ લેશે. 


આ રીપોર્ટને ટેકનોલોજી સેક્ટરના ઘણા અગ્રણીઓએ સાચો ગણાવ્યો હતો. હવે વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે જોરદાર ક્રાંતિ લાવનારી કંપની એપલના સહ-સ્થાપક સ્ટીવ વોઝનિયાક અને ટ્વિટરના માલિક એલન મસ્ક સહિત ૧૦૦૦થી વધુ ટેકનોક્રેટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ની વિરૂધ્ધ મોરચો માંડયો છે. અમેરિકા સહિતના દેશોની સરકારોને લખેલા ખુલ્લા પત્રમાં આ ટેકનોલોજી ધુરંધરોએ માંગ કરી છે કે, આર્ટિફશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ડેવલપમેન્ટ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ના ડેવપપમેન્ટ પર પ્રતિબંધ નહીં મૂકાય તો માનવજાત માટે ઘાતક સાબિત થશે કેમ કે ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) કાબૂ બહાર જતું રહેશે. 


આ ટેક દિગ્ગજોએ સવાલ કર્યો છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે સામાન્ય કામોમાં પણ લોકોની બરાબરી કરી રહ્યું છે ત્યારે આપણે આપણી જાતને સવાલ કરવો જોઈએ કે, આપણે મશીનોને આપણી ઈન્ફર્મેશન ચેનલોમાં કુપ્રચાર માટેની સામગ્રી અને ખોટી માહિતી ભરવા દેવી જોઈએ ? ટેક દિગ્ગજોએ એવો સવાલ પણ કર્યો છે કે, આપણે તમામ કામોને ઓટોમેશન પર નાંખી દેવા જોઈએ ? શું આપણે એવાં નોન-હ્યુમન મગજ વિકસાવવાં જોઈએ કે જે આપણું સ્થાન લઈ શકે ? 


આ પત્રમાં બીજી ઘણી વાતો લખાયેલી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાત માટે કઈ રીતે ખતરનાક બની શકે છે એ અંગેનાં કારણો સવિસ્તાર અપાયાં છે. આ બધાં કારણોની ચર્ચા શક્ય નથી પણ આ પત્રનો સાર એ છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને અત્યારે નહીં રોકાય તો આખી દુનિયા મશીનોની ગુલામ બની જશે. માલિકો પોતાને અનુકુળ આવે એવા રોબોટ બનાવીને માણસોને તેમના હાથ નીચે કામ કરવાની ફરજ પાડશે. આ સ્થિતિ પેદા ના થાય એટલા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં થતાં બધા રીસર્ચ પર તાત્કાલિક રીતે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.


દુનિયામાં ભવિષ્યમાં રોબોટ્સ રાજ કરતા હશે એવી આગાહીઓ વરસોથી થાય છે પણ અત્યાર સુધી એવાં એંધાણ દેખાતાં નહોતાં તેથી આ વાતને કોઈ ગંભીરતાથી લેતું નહોતું. અમેરિકાના સ્ટાર્ટ-અપ ઓપન-એઆઈએ ચેટ-જીપીટી લોંચ કર્યું પછી આખી દુનિયાને અહેસાસ થયો કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવાતાં રોબોટ દુનિયાને ગુલામ બનાવી શકે છે. 


ચેટ-જીપીટીમાં પણ આ પહેલાંનું જીપીટી-૩ વર્ઝનમાં મર્યાદિત ડેટ હતો તેથી તેના કારણે કોઈની નોકરી પર ખતરો આવશે એવું નહોતું લાગતું. હવે નવું વર્ઝન જીપીટી-૪ લોંચ થયું છે તેમાં પ્રોફેશનલ સ્કીલ્સને લગતો ડેટા છે. 


આ ડેટા સાથેના રોબોટ ભલભલાની નોકરી ખાઈને નવરા કરી નાંખે એવા છે તેથી બધા સફાળા જાગ્યા છે. આ રોબોટ મોટા ભાગનાં ઓફિસ વર્ક કરી લે એવા છે તેથી ઘણાં બધાં કામો રોબોટ જ કરતા હશે પણ એડમિનિસ્ટ્રેશન અને લીગલ સેક્ટરમાં તો કાળો કેર વર્તાશે. 


આ બંને સેક્ટરમાં તો લગભગ ૪૦ ટકાથી ૫૦ ટકા નોકરીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રોબોટ ખાઈ જશે. મસ્ક અને વોઝનિક સહિતના દિગ્ગજોએ લખેલા પત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્યા ક્યા પ્રકારની નોકરીઓને સીધી અસર કરશે ને કઈ નોકરીઓને પરોક્ષ રીતે અસર કરશે તેની વિસ્તારપૂર્વક સમજ અપાઈ છે. 


આ વાત ગોલ્ડમેન સાક્સના ‘ધ પોટેન્સિયલ લાર્જ ઇફેક્ટ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓન ઇકોનોમિક ગ્રોથ’ ટાઇટલ સાથેના રીપોર્ટમાં પણ કહેવાઈ છે.  આ રીપોર્ટ પ્રમાણે આટફિશિયલ ઇન્ટેલિજન્સ તેની પાસેથી જે અપેક્ષા રખાય છે તેને પાર પડવામાં સફળ નિવડે તો કામદારો નવરા થઈ જશે. 


અમેરિકા અને યુરોપમાં ઉપલબ્ધ નોકરીઓના  ડેટાનો ઉપયોગ કરીને તૈયાર કરેલા અહેવાલ પ્રમાણે, અત્યારે જે નોકરીઓ ઉપલબ્ધ છે તેમાંથી  લગભગ બે તૃતિયાંશ નોકરીઓ ઓછાવત્તા અંશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત હશે જ્યારે લગભગ ૨૫ ટકા નોકરીઓ માટે તો માણસો રાખવાની જરૂર જ નહીં પડે. ક્લિનિંગ, મેઇન્ટેનન્સ, ઇન્સ્ટોલેશન, રિપેર અને કન્સ્ટ્રકશન જોબમાં બહુ મોટા પ્રમાણમાં ઘટાડો થશે.


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે નોકરીઓ જશે તેનો ખતરો મોટો છે પણ મસ્ક અને વોઝનિક સહિતના દિગ્ગજોએ લખેલા પત્રમાં બીજા જે મોટા ખતરા તરફ ધ્યાન દોરાયું છે તેને પણ અવગણી ના શકાય. આ ખતરો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને લોકોમાં ખોટી માહિતી ફેલાવવાનો અને પોતાના ઉદ્દેશો પાર પાડવા માટે થનારા દુરૂપયોગનો છે. 


આ વાતને સમજવા ચેટ-જીપીટીનું ઉદાહરણ સમજીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ચેટ-જીપીટીમાં ડેટા ફીડ કરાયેલો છે. ચેટ-જીપીટીનો ઉપયોગ કરનારાં કોઈ પણ માહિતી માંગે ત્યારે આ પહેલાંથી ફીડ કરાયેલા ડેટામાંથી માહિતી મળે છે. 


આ ડેટા સાચો છે કે ખોટો એ ખબર નથી પણ ચેટ-જીપીટી વાપરનાર આ ડેટાને સાચો જ માનશે અને તેને સત્ય માનીને વર્તશે. કાનૂની બાબતો કે વહીવટી બાબતોમાં તેના કારણે ફરક ના પડે પણ ઈતિહાસ, ધર્મ, રાજકીય વગેરે બાબતોમાં તેના કારણે બહુ મોટો ફરક પડે. 


લોકોની માનસિકતા મશીન જે કહે એ સાચું જ હોય એવું માનવાની છે. અત્યારે લોકો ગુગલને સર્વજ્ઞાાતા જ માને છે. નાની નાની વાતમાં ગુગલ કરીને લોકો માહિતી મેળવે છે ને એ માહિતી સાવ સાચી છે એવું પણ માને છે. 


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત પ્લેટફોર્મના કિસ્સામાં પણ એવું જ થશે. તેનો ગેરલાભ ઉઠાવીને ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત એવાં પ્લેટફોર્મ પણ બનાવાય કે જેમાં નર્યાં જૂઠાણાં જ ભર્યાં હોય. આ જૂઠાણાંનો ઉપયોગ લોકોનાં માનસમાં ઝેર ભરવા કે સામસામે લડાવવા પણ કરી શકાય એ જોતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ખતરનાક છે જ. 


જો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બિઝનેસ એટલો મોટો થઈ ગયો છે કે તેના પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી. તેના રીસર્ચ અને ડેવલપમેન્ટ પર પણ નિયંત્રણો મૂકાય તો તેના પર કામ કરતી કંપનીઓના હજારો કર્મચારીઓ નવરા થઈ જાય. અલબત્ત ભવિષ્યમાં કરોડોને નવરા કરવા કરતાં અત્યારે હજારોને નવરા કરવા પરવડે.


ચીનની કંપનીમાં એઆઈ આધારિત રોબર્ટ સીઈઓ


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે ભવિષ્યમાં શું સ્થિતી સર્જાશે તેનું ટ્રેલર ચીનમાં જોવા મળ્યું છે. ચીનની જાણીતી વેબ ગેમિંગ કંપની નેટડ્રેગન વેબસોફ્ટે પોતાની એક સબસિડરી કંપનીના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રોબોટની નિમણૂક કરી છે. આ રોબોટમાં કંપનીને લગતી તમામ વિગતો ફીડ કરી દેવાઈ છે. 


સબસિડરી કંપની હોવાથી કોઈ નીતિવિષયક નિર્ણયો લેવાના નથી પણ પેરન્ટ કંપની જે નિર્ણય લે તેને અનુસરવાનું છે તેથી રોબોટ પણ સીઈઓ તરીકે કામ કરી રહ્યો છે. કેટલીક નાની નાની કંપનીઓએ ચેટ-જીપીટીની જ સીઈઓ તરીકે નિમણૂક કરી દીધી હોવાનું પણ કહેવાય છે. ટેક દિગ્ગજોનું માનવું છે કે, ભવિષ્યમાં આ ટ્રેન્ડ જ બની જશે અને કંપનીઓ ખર્ચ બચાવવા રોબોટને જ મોટા હોદ્દા પર બેસાડી દેશે. 


અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રીસર્ચ પર કામ કરતી લેબ્સમાં લીગલ એડવાઈઝર, ફાયનાન્સ પ્લાનર, એકાઉન્ટન્ટ વગેરે કામો માટેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત રોબોટ બની જ રહ્યા છે. આ રોબોટ ભવિષ્યમાં લોકોની નોકરીઓ ખાઈ જશે.


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવજાતનું અસ્તિત્વ મિટાવી દેશે


સ્ટીફન હોકિંગ અને સ્ટુઅર્ટ રસેલ જેવા ટોચના વિજ્ઞાાનીઓએ બહુ પહેલાં જ ચેતવણી આપી હતી કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે એક દિવસ માનવજાત ખતમ થઈ જશે. તેમના મતે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સતત અપડેટ કરતા રહેવાથી એક સમય એવો આવશે કે જ્યારે એડવાન્સ્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પાસે એ તાકાત આવી જશે કે પોતાની જાતે જ રી-ડીઝાઈન કરી શકે. એ પછી ખતરનાક દરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વ્યાપ વધવા માંડશે. 


કોઈ રોકી ના શકે એવો બુધ્ધિમત્તાનો વિસ્ફોટ જોવા મળશે કે જેના કારણે માનવજાતનું અસ્તિત્વ જ મટી જશે. એલન મસ્ક ચેટ-જીપીટી પ્રોજેક્ટમાં શરૂઆતમાં જોડાયો હતો પણ ધીરે ધીરે તેને આ વાત સાચી લાગતાં એ ખસી ગયો.

Share This Article