રેલીમાં ઓર્ગન ડોનેશન પ્લે કાર્ડ દ્વારા પ્રવાસીઓને અંગદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
ડુમસમાં નર્સિંગ એસોસિએશન અને ઓર્ગન ડોનેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘ઓર્ગન ડોનેશન મહા દાન જાગૃતિ રેલી’નું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનો ઉદ્દેશ્ય લોકોને અંગદાનના મહત્વ વિશે જાગૃત કરવાનો અને અંગદાન માટે પ્રેરિત કરવાનો હતો.

રેલી ડુમસ બીચથી શરૂ થઈ સાંઈ ભજીયા હાઉસ સુધી નીકળી હતી. આ દરમિયાન રેલીમાં ભાગ લેનાર લોકોએ અંગદાનના પ્લે કાર્ડ અને બેનરો પ્રદર્શિત કર્યા હતા. રેલીમાં ભાગ લેનાર નર્સિંગ સ્ટુડન્ટ્સે પણ લોકોને ઓર્ગન ડોનેશન વિશે માહિતગાર કર્યા હતા.
અંગ દાન: એક મહાન દાન
નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે અંગદાન એ મહાન દાન છે. અંગદાનથી પાંચથી છ લોકોને નવું જીવન મળી શકે છે. તેમણે કહ્યું કે અંગદાન અંગે લોકોમાં જાગૃતિના અભાવને કારણે અંગદાન ન મળવાને કારણે દર વર્ષે હજારો લોકો મૃત્યુ પામે છે. તેમણે લોકોને અંગોનું દાન કરીને અન્ય લોકોના જીવન બચાવવામાં મદદ કરવા અનુરોધ કર્યો હતો.
ઓર્ગન ડોનેશન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપદાદા દેશમુખે જણાવ્યું હતું કે તેમનું ટ્રસ્ટ સમગ્ર ગુજરાતમાં અંગદાનના અભિયાનને વેગ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે તેમના થકી અનેક લોકોએ પોતાના અંગોનું દાન કરીને નવું જીવન મેળવ્યું છે.
રેલીમાં હાજરી આપી હતી
રેલીમાં નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, ઓર્ગન ડોનેશન ચેરીટેબલ ટ્રસ્ટના સ્વયંસેવક મકરંદ જોષી, નર્સિંગ એસોસિએશનના અધિકારીઓ, નર્સિંગ સ્ટાફ અને જાગૃત નાગરિકોએ ભાગ લીધો હતો.

