ગાંધીનગર લોકસભા બેઠક: ગૃહમંત્રી અમિત શાહ 19 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે
ગાંધીનગર, 6 એપ્રિલ. ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે.
આ પહેલા 18 એપ્રિલે ગાંધીનગર લોકસભા સીટ હેઠળ આવતી તમામ વિધાનસભા સીટો પર ભાજપ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવશે. અમિત શાહ આમાંથી એક રોડ શોમાં ભાગ લેશે. બીજા દિવસે 19 એપ્રિલે તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવશે.
આ પહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી 1998 થી 2014 સુધી ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા રહ્યા હતા. વર્ષ 2019માં પહેલીવાર અમિત શાહે અહીંથી ચૂંટણી લડી હતી અને જંગી વોટથી જીત મેળવી હતી. હવે તેઓ બીજી વખત ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર હશે.
