શાળા, હોસ્પિટલ સહિત અનેક મિલકતો સીલ કરાઈ
રાજકોટ આગ બાદ સતત સાતમા દિવસે પણ મ્યુનિસિપલ ફાયર એનઓસી અને બીયુસી વગરની મિલકતો સામે કાર્યવાહી ચાલુ રહી હતી. શહેરમાં ફાયર વિભાગની ટીમો ફાયર એનઓસી અને સુરક્ષા વ્યવસ્થા વગરની મિલકતોનું ચેકિંગ કરી સીલ કરી રહી છે ત્યારે ઝોન કક્ષાની ટીમો બીયુસી વગરની મિલકતોને શોધીને સીલ કરી રહી છે. ફાયર વિભાગ અને ઝોન લેવલની ટીમોએ રવિવારે એક હોટલ, 3 શાળા, 4 હોસ્પિટલ, 9 દુકાનો સહિત 17 થી વધુ મિલકતોને સીલ કરી હતી. ફાયર વિભાગે સેન્ટ્રલ ઝોનના વોર્ડ નંબર 7 હોલી બંગલામાં 2 કોમર્શિયલ મિશ્ર ઉપયોગની મિલકતોમાં આવેલી 9 દુકાનો અને પરાગ હાઉસને સીલ કરી દીધું હતું.

ઉધના ઝોન Aમાં સીતા હોસ્પિટલ, પલક હોસ્પિટલ, શ્રી સાંઈ પ્રસૃતિ ગૃહ અને પ્રસૂતિ હોસ્પિટલ, શગુન હોસ્પિટલ અને હોટલના વીકએન્ડ રૂમને સીલ કરવામાં આવ્યા હતા. ઉધના ઝોન બીમાં આવેલી પેરેડાઈઝ સ્કૂલ, પુષ્પાંજલિ ઈંગ્લિશ સ્કૂલ અને યશસ્વી વિદ્યાલયને મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. ફાયર વિભાગ અને ઝોન લેવલની ટીમોએ રવિવારે એક હોટલ, 3 શાળા, 4 હોસ્પિટલ, 9 દુકાનો સહિત 17 થી વધુ મિલકતોને સીલ કરી હતી.

