International Yoga Day Mansa Gujarat: ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ સાથે આખું ગુજરાત બનશે યોગમય
International Yoga Day Mansa Gujarat: સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૧ જૂનના દિવસને વિશ્વ યોગ દિવસ (International Yoga Day) તરીકે અત્યંત ઉત્સાહભેર મનાવવામાં આવે છે. આ વર્ષે ગુજરાતમાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે કરવાનું નક્કી કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય અધ્યક્ષતામાં યોજાનારા આ મુખ્ય ગ્રાન્ડ ઈવેન્ટમાં અંદાજે ૪,૦૦૦ થી વધુ નાગરિકો, મહાનુભાવો અને યોગ સાધકો એકસાથે સામૂહિક યોગાભ્યાસ કરીને તંદુરસ્તીનો સંદેશ આપશે.
Celebrating 12 glorious years of Seva, Sushasan, Vikas, and Jan Kalyan under the visionary leadership of Hon’ble PM Shri @narendramodi Ji!
To mark this milestone and celebrate the 12th International Day of Yoga 2026, a grand Yoga Shivir was organized in Jamnagar.
Incredible to… pic.twitter.com/JxwJNr0XET
— Harsh Sanghavi (@sanghaviharsh) June 18, 2026
આ વર્ષની વિશેષ થીમ ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ નક્કી કરાઈ
આ વર્ષના યોગ દિવસની સત્તાવાર વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) જણાવ્યું કે, આ વખતે રાજ્ય સરકાર ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ (Yoga for Healthy Aging) એટલે કે સ્વસ્થ વાર્ધક્ય માટે યોગની વિશેષ થીમ પર આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં શાળાઓ, કોલેજો, કોર્પોરેટ ઓફિસો, ઇન્ડસ્ટ્રીઝ, બગીચાઓ અને જાહેર માર્ગો પર મળીને કુલ ૨૪,૦૦૦ જેટલા નાના-મોટા યોગના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
૧૨મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – સ્વસ્થ જીવન માટે યોગ !
🧘🏻♀️આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના સુશાસનના સફળ ૧૨ વર્ષની ઉજવણીની સાથે આગામી ૨૧મી જૂને આપણે સૌ ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, જેની વિગત આપવા આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધી.
🧘🏻ભારતની આ… pic.twitter.com/rV8x836TVL
— Harsh Sanghavi (@sanghaviharsh) June 18, 2026
સમગ્ર ગુજરાતમાંથી ૧.૫ કરોડથી વધુ નાગરિકો એકસાથે યોગ કરશે
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ૨૧ જૂને સવારે એક જ સમયે સમગ્ર રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓ, ૩૩ જિલ્લાના તમામ તાલુકાઓ, નગરપાલિકાઓ અને ગ્રામ્ય સ્તરે સામૂહિક યોગાભ્યાસ યોજાશે, જેમાં અંદાજે ૧.૫ કરોડથી પણ વધુ નાગરિકો ભાગ લઈને એક નવો રેકોર્ડ સ્થાપિત કરશે. આ ભવ્ય આયોજનના પૂર્વાભ્યાસ રૂપે જ વહેલી સવારે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (GIFT City) ખાતે ૫,૦૦૦ થી વધુ ઉત્સાહી લોકોએ એકત્રિત થઈને સામૂહિક યોગ કર્યા હતા.
નારી શક્તિ થી જ યોગ શક્તિ!
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi જીના નેતૃત્વમાં સરકારના અવિરત ૧૨ વર્ષ… વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના!
આ અભિયાન અંતર્ગત વડોદરા ખાતે ખાસ મહિલાઓ માટે ભવ્ય ‘યોગ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ૭૫૦૦થી વધુ નારીશક્તિએ ઉત્સાહભેર સહભાગી થઈને… pic.twitter.com/QzmGMchx6g
— Harsh Sanghavi (@sanghaviharsh) June 18, 2026
રાજ્યમાં ૧૪ થી ૨૦ જૂન દરમિયાન યોજાઈ રહ્યું છે ‘યોગ સપ્તાહ’
ગુજરાતમાં હાલ ૧૪ જૂનથી ૨૦ જૂન સુધી વિશેષ ‘યોગ સપ્તાહ’ મનાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત સફાઈ કર્મચારીઓ, ગૃહિણીઓ, સિનિયર સિટીઝન્સ અને ખેડૂતો જેવા સમાજના અલગ-અલગ વર્ગોને ડિજિટલ પ્લેટફોર્મ અને ગ્રાઉન્ડ લેવલ પર જોડીને ૧૨ જેટલા ખાસ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. હર્ષ સંઘવીએ ગર્વભેર જણાવ્યું કે આજે વિદેશની ધરતી પર પણ ભારતીય સંસ્કૃતિ અને યોગનો ડંકો વાગી રહ્યો છે, જેના લીધે વિશ્વભરમાં પ્રોફેશનલ ભારતીય યોગ શિક્ષકોની (Yoga Teachers) માંગ અને આકર્ષક પેકેજમાં ધરખમ વધારો થયો છે.

