શનિવારે મધ્ય રેલવે, પ્રવાસીઓ રઝળી પડ્યા

Reena Brahmbhatt
2 Min Read

મુંબઈઃ મધ્ય રેલવે પર થાણે ખાતે હાથ ધરવામાં આવેલા 63 કલાક અને સીએસએમટી ખાતેના 36 કલાકના બ્લોકના હજી થોડાક કલાકો બાકી છે ત્યારે શનિવારે મધ્ય રેલવે પર પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે મધ્ય રેલવે પર 500થી વધુ લોકલ ટ્રેનો કેન્સલ કરવામાં આવી હતી, જેને કારણે ટ્રેનોમાં ભીડ જોવા મળી હતી. દિવા સ્ટેશન પર સવારે ધસારાના સમયે લોકલ ટ્રેનોના દરવાજા બંધ થતાં જ પ્રવાસીઓમાં રોષની લાગણી જોવા મળી હતી.

central railway

- Advertisement -

Thane stn d

ધસારાના સમયે રેલવે સ્ટેશનો પર ભીડ
મધ્ય રેલવે દ્વારા ગઈકાલથી બીજી જૂન સુધી એમ ત્રણ દિવસ માટે થાણે અને સીએસએમટી સ્ટેશન પર મહત્ત્વના કામકાજ હાથ ધરવામાં આવ્યા હોવાને કારણે ટ્રેનોના ધાંધિયા જોવા મળી રહ્યા છે. ગઈકાલના અનુભવ બાદ આજે પણ મુંબઈગરા ઘરની બહાર નહીં નીકળે એવી અપેક્ષા સેવાઈ રહી હતી, પરંતુ રેલવે સ્ટેશન પર એનાથી વિપરીત દ્રશ્ય જોવા મળ્યું હતું. બ્લોકને કારણે થાણે સહિતના અન્ય સ્ટેશન પર પ્રવાસીઓની ભીડ જોવા મળી હતી.

- Advertisement -

દિવામાં લોકલ ટ્રેનના દરવાજા બંધ કરાતા રોષે ભરાયા પ્રવાસીઓ
શનિવારે સવારના સમયે જ દિવા સ્ટેશન પર સીએસએમટી જઈ રહેલી લોકલ ટ્રેનમાં પહેલાંથી જ ભીડ હતી અને આવી પરિસ્થિતિમાં દિવા આવતા જ લોકલ ટ્રેનના દરવાજા પણ બંધ કરવામાં આવ્યા હતા. આને કારણે સ્ટેશન પર પર રહેલાં પ્રવાસીઓએ ટ્રેનમાં ચઢવા માટે લોકલ ટ્રેનના દરવાજા તોડવાનો પ્રયાસ કર્યો અને બબાલ થઈ હોવાની ફરિયાદ પણ પ્રવાસીઓ દ્વારા કરવામાં આવી હતી.

અમે તો પહેલાંથી જ કહ્યું હતું, રેલવેએ આલાપ્યો જૂનો રાગ
મધ્ય રેલવેના જનરલ મેનેજર રામ કરન યાદવ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સીએસએમટી અને થાણે વચ્ચે હાથ ધરાયેલા બ્લોકના સમયે ટ્રેનોમાં ભીડ ના થાય એ માટે પ્રવાસીઓએ જરૂર હોય તો જ ટ્રેનમાં પ્રવાસ કરવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ મુંબઈગરા માન્યા નહીં અને બ્લોકના સમયમાં પણ બહાર નીકળી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે બ્લોકને કારણે આજે 534 ટ્રેનો અને 37 લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો રદ કરવામાં આવી છે. રેલવે દ્વારા શનિવારે અને રવિવારે હોલીડે ટાઈમટેબલ પ્રમાણે ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

- Advertisement -
Share This Article