પીએમ મોદીના પોસ્ટર ફાડવા બદલ કોંગ્રેસના ધારાસભ્યને કોર્ટે ૯૯ રૂપિયાનો દંડ ફટકાર્યો
પીએમ મોદીના પોસ્ટર ફાડવા બદલ કોંગ્રેસના ધારાસભ્યને કોર્ટે ૯૯ રૂપિયાનો દંડ ફટકાર્યો
અમદાવાદ, “મોદી” કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી કરે તેવું લાગતું નથી. નવસારીની વાંસદા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલને અહીંની એક અદાલતે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડવાના આરોપસર દોષી ઠેરવ્યા છે. વર્ષ ૨૦૧૭માં અનંત પટેલે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો ફાડી નાખ્યો હતો. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સામે ૨૦૧૭ માં આઈપીસીની કલમ ૪૪૭ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જલાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ મામલો કોર્ટમાં ગયો હતો અને માત્ર ધારાસભ્ય અનંત પટેલ જ નહીં પરંતુ કોર્ટે ફરિયાદમાં તેમની સાથે આરોપી પિયુષ થિમ્મર, યશ દેસાઈ અને પાર્થિવરાજ સિંહને પણ દોષી ઠેરવ્યા હતા. કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ૨૦૧૭ની હડતાળ દરમિયાન કુલપતિની ચેમ્બરમાં પ્રવેશેલા અનંત પટેલ, પિયુષ થિમ્મર, યશ દેસાઈ અને પાર્થિવરાજ સિંહ સહિતના યુથ કોંગ્રેસના કાર્યકરો સામે ગુનો નોંધાવ્યો હતો. વર્ષ ૨૦૧૭માં અનંત પટેલને નવસારી સેશન્સ કોર્ટે કૃષિ યુનિવર્સિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોસ્ટર ફાડવા બદલ દોષિત ઠેરવ્યા હતા. ભારતીય દંડ સંહિતાની કલમ ૪૪૭ મુજબ જે કોઈ પણ વ્યક્તિ ગુનાહિત અપરાધ કરે છે તેને વધુમાં વધુ ત્રણ મહિનાની કેદ અને પાંચસો રૂપિયા સુધીનો દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. ન્યાયાધીશે ૯૯ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અનંત પટેલે કોર્ટમાં દંડ પેટે ૧૦૦ રૂપિયાની નોટ આપી હતી, જેના કારણે તેને ૧ રૂપિયો પણ પરત કરવામાંઆવ્યો હતો.
