Amreli letter scandle : અમરેલી પત્રકાંડ પર પરેશ ધાનાણીની પોસ્ટથી ગરમાયું રાજકારણ

Arati Parmar
3 Min Read

Amreli letter scandle :  અમરેલી પત્રકાંડ અંગે પરેશ ધાનાણીએ X પર પોસ્ટ કરી છે. તેમજ એફએસએલનો રીપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે. તેમજ દાળમાં કઈ કાળું છે કે પછી આખી દાળ જ કાળી છે. આધારભૂત સૂત્રોમાંથી મળેલ માહિતી મુજબ સ્થાનિક પોલીસને એફએસએલનો રિપોર્ટ તો ક્યારનો મળી ગયો છે. તો પછી સત્ય પાછળ પડદો પાડવાનો પ્રયાસ કોણ અને શું કામે કરાવી રહ્યું છે. તેમજ સત્વરે એફએસએલનો રીપોર્ટ જાહેર કરો….! તેમજ લેટર કાંડના મૂળની તપાસ કરવાનું એફએસએલ રીપોર્ટ અંગે ધાનાણીનાં ટ્વીટથી રાજકારણ ગરમાયું છે.

સરપંચને પદેથી હટાવવામાં આવ્યા

- Advertisement -

અમરેલીમાં નકલી પત્રકાંડ કેસને લઇને રાજકારણ ગરમાયું છે. ત્યારે સમગ્ર ઘટનામાં વધુ એક સામે કાર્યવાહી કરવામાં આવી છે. જસવંતગઢ ગ્રામ પંચાયતના સરપંચ અશોક માંગરોળીયાને સરપંચ પદેથી હટાવી દેવાયા છે. અશોક માંગરોળીયા સરપંચપદે પણ છે અને જેલમાં બંધ છે. જેથી DDOએ 3 દિવસમાં ખુલાસો આપવા નોટિસ આપી હતી. જો કે સમયમર્યાદામાં ખુલાસો ન થતાં સરપંચને પદ પરથી હટાવી દેવાયા છે. સમગ્ર ઘટનામાં 3 પોલીસ કર્મચારીઓની સસ્પેન્ડ કરાયા બાદ સરપંચને પણ હટાવી દેવાતા ચકચાર મચી ગઇ છે.

- Advertisement -

દીકરીનું જુલુસ નીકળતા વિવાદ

મહત્વનું છે કે કૌશિક વેકરીયા વિરુદ્ધ જાહેર થયેલા નકલી પત્રકાંડમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં પાયલ ગોટીનો પણ સમાવેશ હતો. રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસે આ ચારેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. પાટીદાર દીકરીનું જુલુસ નીકળતા સમગ્ર વિવાદ ઉભો થયો હતો. પાટીદાર આગેવાનો અને નેતાઓએ વિરોધ કરતા પાયલ ગોટીને જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી.

- Advertisement -

શું છે ઘટનાક્રમ ?

કૌશિક વેકરીયા સામે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો. જેમાં કૌશિક વેકરીયા પોલીસ પાસેથી 40 લાખનો હપ્તો લેતા હોવાનો પત્રમાં આરોપ હતો. કોંગ્રેસના નેતાઓને મહત્વ આપતા હોવાનો પણ ઉલ્લેખ હતો. ત્યારે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે પત્ર વાયરલ થયો હતો. પત્ર પોતે ન લખ્યો હોવાનો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે ખુલાસો કર્યા બાદ કિશોર કાનપરીયાએ ખુલાસા પછી પોલીસે તપાસ હાથ ધરી હતી.

જેમાં યુવતી અને ભાજપ નેતા સહિત પોલીસે 4ની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ નેતા મયુર વઘાસીયા મુખ્ય આરોપી હતો. ત્યારે યુવતીની અડધી રાત્રે ધરપકડ કરાઈ હતી. જેમાં ટાઈપિંગનું કામ કરતી યુવતીએ માત્ર પત્ર ટાઈપ કર્યો હતો. કામના ભાગરૂપે ટાયપિંગ કરનાર યુવતીને પોલીસે આરોપી બનાવીને રિકન્સ્ટ્રક્શનના નામે યુવતી સહિત ચારેય આરોપીનું સરઘસ કાઢ્યું હતું. આ ઘટનામાં યુવતીનું સરઘસ નીકળતા કોંગ્રેસ નેતાઓએ વિરોધ ઉઠાવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં રિકન્સ્ટ્રકશનના નામે દીકરીના સરઘસને અયોગ્ય ગણાવ્યું છે.

Share This Article