Women Entrepreneurs Loan: નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે બજેટ ૨૦૨૪-૨૫ રજૂ કરતી વખતે પછાત વર્ગની મહિલાઓ પણ ઉદ્યોગ સાહસિક બને તે માટે પ્રશંસાપાત્ર અભિગમ અપનાવ્યો છે. એસસી અને એસટી વર્ગની પ્રથમ વખતની ઉદ્યોગ સાહસિક બનતી ૫ લાખ મહિલાઓને સરકારે બજેટમાં ૨ કરોડ રૂપિયાની ટર્મ લોન આપવાની જાહેરાત કરી છે.
૨૦૧૬માં સરકારે રજૂ કરેલ સ્ટેન્ડ અપ ઈન્ડિયા પ્રોગ્રામને આ બજેટમાં નવા આયામ પર પહોંચાડી છે. મોદી સરકાર ૧.૦માં લોન્ચ થયેલ આ સ્કીમમાં એસસી અને એસટી વર્ગની પ્રથમ વખત એન્ટરપ્રોન્યોર બનતી મહિલાઓને ૧૦ લાખથી ૧ કરોડ રૂપિયા સુધીની લોન આપવાની જાહેરાત કરી હતી.
બેંકોને તેમની દરેક બ્રાંચ પર આ પ્રકારની લોન આપવા જણાવ્યું હતુ.આર્થિક સર્વેમાં શ્રમબળ વધારવા અને મહિલાઓની ભાગીદારી વધારવા પર ફોકસ કરવામાં આવ્યું હતુ અને બજેટમાં પણ સરકારે આ તરફ જ ફોકસ વધાર્યું છે.
૨૦૨૫-૨૬ માટે કેન્દ્રીય બજેટ રજૂ કરતા નાણામંત્રીએ કહ્યું કે એસએમઈ અને મોટા ઉદ્યોગો માટે ઉત્પાદન મિશન સ્થાપિત કરવામાં આવશે. આ ઉપરાંત, સરકાર શ્રમ-સઘન ક્ષેત્રોની ઉત્પાદકતા વધારવા માટે સુવિધાના પગલાં લેશે.
ક્રેડિટ ગેરંટી કવર બમણું કરીને ૨૦ કરોડ રૂપિયા કરવામાં આવશે અને ગેરંટી ફી ૧ ટકા સુધી ઘટાડવામાં આવશે, તેમ નિર્મલા સીતારમણે ઉમેર્યું હતુ.

